SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન રામાયણના મત પ્રમાણે મહાદેવના કોધથી ભયભીત થઈને મદન ભાગીને ત્યાં આવ્યા હતાં અને તે પોતાનું અંગ છેડીને અનંગ થયો હતો મદનના અંગને ત્યાગ થવાને કારણે આ પ્રદેશ અંગ કહેવાય. જૈન સાહિત્યમાં અંગલકને ઉલ્લેખ સિંહલ (શ્રીલંકા), બાર, કિરાત, યવન દ્વીપ, આરબેક, રમક અણસન્દ (એલેકફ્રેંડ્રિયા) અને કચ્છની સાથે આવે છે. જૈન ગ્રંથમાં અંગ અને ચંપાની સાથે સંકળાયેલ અનેક કથાઓ આવે છે. ભગવાન મહાવીરનું આ એક મુખ્ય વિદ્ધારસ્થળ હતું. ભગવાનનું અનેકવાર સમવસરણ ચંપાના ઈશાન દિશાના ભાગમાં પૂર્ણભદ્ર ચૈત્યમાં થયું હતું અને જ્યાં સેંકડે વ્યક્તિએાએ દીક્ષા ગ્રહણ કરીને જૈનધર્મનો વિજય–વાવટા ફરકાવ્યો હતે. અચ્છ-(અસ્ય) અચ્છની પરિગણના સાડાપચીસ આર્ય જનપદોમાં કરવામાં આવી છે. આ દેશ મથુરાની ઉપરની બાજુ હતા. કેટલાય વિદ્વાનોનું મંતવ્ય છે કે કેઈ પણ સ્થાને એની રાજધાની પ્રાપ્ત થતી નથી.” " એની રાજધાની પ્રાચીન યુગમાં વરણ હતી. વરણનું આધુનિક નામ બુલન્દ શહેર છે. એક જૈન શિલાલેખમાં વરણનું નામ અચ્છનગર મળે છે. ૧૧ અચ્છ નામ દેશનું છે. એ સંભવ છે કે એની રાજધાની વરણ અચ્છનગર રહ્યું હોય. કલ્પસૂત્રમાં વારણગણ અને ઉચ્ચાનાગરી શાખાને ઉલેખ છે, એનાથી જ્ઞાત થાય છે કે આ પ્રદેશ જૈન શ્રમણનું કેન્દ્ર હતું. મહાભારતમાં પણ એનો ઉલ્લેખ છે. ૮. રામાયણ-ગીતાપ્રેસ સંસ્કરણ ૧, ૨૩, ૧૪ ૯. (ક) જબૂદીપ-પ્રાપ્તિ પ૨, પૃ. ૨૧૬ (ખ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૧૯૧ ૧૦. અતીતકા અનાવરણ પૃ. ૧૬૪. ૧૧. એપિગ્રાફિકા ઇડિયા, આવૃત્તિ ૧, ૧૮૯૨ પૃ. ૩૭૫ ૧૨, કલ્પસૂત્ર ૨૧૬, પૃ. ૩૨૭, ગુજરાતી સંસ્કરણ સંપાદક દેવેન્દ્રમુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy