________________
ગણધર પરિચય પહેલાં રાજગૃહમાં ગુણશીલ ચિત્યમાં માસિક અનશન કરી ચુમોતેર વર્ષની અવસ્થાએ તેઓએ નિર્વાણ પ્રાપ્ત કર્યું.
૩. વાયુભૂતિ તે ઈદ્રભૂતિના નાના ભાઈ હતા. બેંતાલીસ વર્ષની ઉંમરે ગ્રહવાસનો ત્યાગ કરી તેઓએ શ્રમણ ધર્મ સ્વીકાર્યો હતો. દશ વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. અઢાર વર્ષ કેવળી અવસ્થામાં રહ્યા. સિત્તેર વર્ષની ઉંમરે રાજગૃહના ગુણશીલ ચિત્યમાં માસિક અનશન સાથે નિર્વાણ પ્રાપ્ત કર્યું.
આ ત્રણે ગણધર સદર હતા અને વેદ વગેરેના પ્રકાંડ પંડિત હતા.
૪. આર્ય વ્યકત એ કલાગસન્નિવેશના નિવાસી હતા. અને ભારદ્વાજ ગોત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતાનું નામ ધનમિત્ર અને માતાનું નામ વારુ હતું. પચાસ વર્ષની અવસ્થાએ પાંચ છાત્રો સાથે શ્રમણધર્મને સ્વીકાર કર્યો. બાર વર્ષ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને અઢાર વર્ષ સુધી કેવળી પર્યાય પાળીને એંસી વર્ષની અવસ્થાએ માસિક અનશન કરી રાજગૃહના ગુણશીલ મૈત્યમાં નિર્વાણ
પામ્યા. ૧૦
૫. સુધર્મા આ કોલ્લાસંનિવેશના નિવાસી અગ્નિ વૈશ્યાયન ગોત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતા ધમિલ હતા અને માતા ભદ્દિલા હતી. પાંચ છાત્રો એમની પાસે અધ્યયન કરી રહ્યા હતા. પચાસ વિર્ષની અવસ્થાએ શિષ્ય સાથે પ્રવજ્યા ગ્રહણ કરી, બેંતાલીસ વર્ષ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા. મહાવીરના નિર્વાણ પછી બાર વર્ષ વીત્યા પછી તેઓ કેવળી થયા અને આઠ વર્ષ સુધી કેવળી અવસ્થામાં રહ્યા. ૮. આવશ્યક નિર્યુક્તિ ગા. ૬૫૦-૬૫૫ ૧૦ આવશ્યક નિર્યુક્તિ, ગા. ૬૫૦-૬૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org