SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વ્યસ્ત રહે છે. પુત્ર અને પશુઓમાં જ અનુરક્ત રહે છે, તે મૂર્ખ છે. એને યર્થાથ જ્ઞાન થતું નથી. જેની બુદ્ધિ વિષયમાં આસક્ત છે, જેનું મન અશાંત છે એવા માનવના ઉપચાર કરવા કઠિન છે. કેમકે જે રાગના બંધનમાં બંધાયેલ છે, તે મૂઢ છે તથા મેક્ષ પામવા માટે અગ્ય છે.પ૮ એતિહાસિક દષ્ટિએ એ વસ્તુ સ્પષ્ટ છે કે સગરના સમયમાં વૈદિક લોકો મોક્ષમાં વિશ્વાસ ધરાવતા ન હતા. એટલે આ ઉપદેશ કે વૈદિક ઋષિનો હોઈ શકે નહીં. એનો સંબધ શ્રવણસંસ્કૃતિ સાથે જ છે. યજુર્વેદમાં અરિષ્ટનેમિનો ઉલ્લેખ એક સ્થાને આ પ્રમાણે મળે છે. આધ્યાત્મ યજ્ઞને પ્રગટ કરનાર, સંસારના ભવ્ય જીવોને સર્વ પ્રકારે યથાર્થ ઉપદેશ દેનાર અને જેના ઉપદેશથી જીવને આત્મા બલવાન બને છે. એ સર્વજ્ઞ નેમિનાથ માટે આહુતિ સમર્પિત કરું છું.પ૯ (3. રાધાકૃષ્ણને લખ્યું છે કે યજુર્વેદમાં ઋષભદેવ અજિતનાથ અને અરિષ્ટનેમિ એ ત્રણ તીર્થકરોને ઉલેખ પ્રાપ્ત થાય છે. • સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં એક સ્થાને આ પ્રમાણે વર્ણન મળે છે-ભવના પાછલા ભાગમાં વામને તપ કર્યું. આ તપના પ્રભાવથી શિવે વામનને દર્શન આપ્યાં. આ શિવ શ્યામવર્ણ, અચેલ તથા પદ્માસનમાં સ્થિત હતા. વામને એમનું નામ નેમિનાથ રાખ્યું. આ ૫૮ મહાભારત, શાન્તિપર્વ ૨૮૮ ૫, ૬. ५८ वाजस्य नु प्रसव आबभूवेमात्र निश्वा भुवनानि सर्वतः । स नेमिराजा परिपाति विद्वान् प्रजा पुष्टिं वर्द्धमानोऽस्मै खाहा –વાસનેથી-માધ્યદિન શુકલયજુર્વેદ અધ્યાય ૯, મંત્ર ૨૫, સાતવલેકર સંસ્કરણ (વિકમ ૧૯૮૪) to Indian philosophy Vol. I P. 287 . The ya jurveda mentions the names of therr Thir. thankaras-Rishabha, Ajitnath and Arishanemi. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy