________________
પ્રકાશકીય પ્રબુદ્ધ પાઠકના કરકમલમાં “ભગવાન મહાવીર : એક અનુશીલન ગ્રંથરાજને સમર્પિત કરતાં અમારું હૃદય આનંદવિભેર બની રહે છે. મન આહુલાદિત બને છે. આ ગ્રંથ એટલો સુંદર, સરસ અને પ્રમાણપુરઃસર લખવામાં આવ્યું છે કે જેની વર્ષોથી અપલક પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી.
આ ગ્રંથના લેખક છે સ્થાનકવાસી જૈન સમાજના મૂર્ધન્ય સંત, રાજસ્થાનકેસરી, અધ્યાયેગી પ્રસિદ્ધવક્તા પંડિત પ્રવર શ્રદ્ધય સદ્ગુરુવર્ય શ્રી પુષ્કર મુનિજી મ.ના સુગ્ય શિષ્ય દેવેન્દ્ર મુનિજી શાસ્ત્રી દેવેન્દ્ર મુનિજીએ દસ વર્ષ સુધી અથાક પરિશ્રમ કરી પ્રાચીન ગ્રંથેથી આરંભી અર્વાચીન ગ્રંથનું અનુશીલન-પરિશીલન કરી પ્રસ્તુત ગ્રંથ લખ્યો છે. ગ્રંથની પ્રત્યેક પંક્તિ લેખકની બહશ્રુતતાને અભિવ્યક્ત કરે છે. સર્વત્ર શેાધપ્રધાન દષ્ટિ, સમન્વયાત્મક ચિંતન તથા તુલનાત્મક અધ્યયનની સાથે જ અનેક નવીન સત્યતથ્યનું ગ્રંથમાં નિરૂપણ થયું છે. ભાવોની ગંભીરતા, શૈલીની મનહરતા અને ભાષાની સજીવતા ગ્રંથને વધુ ગૌરવ બક્ષે છે. લેખકે આજ સુધીમાં લગભગ પચાસથી પણ વધુ ગ્રંથનું લેખન કે સંપાદન કર્યું છે. હિન્દી, ગુજરાતી અને રાજસ્થાની ભાષાઓમાં લેખકના ગ્રંથ અત્યંત લોકપ્રિય નીવડેલા છે. એમણે ચાર તીર્થકરે પર ચાર વિરાટકાય ગ્રંથ સમર્પિત કર્યા છે. જૈન દર્શન તેમજ સાહિત્ય પર લખાયેલા એમના નીચે દર્શાવેલા ગ્રંથે ખૂબ મહત્ત્વપૂર્ણ છેઃ “જૈન દર્શન સ્વરૂપ ઔર વિશ્લેષણ”, “ભગવાન મહાવીર કી દાર્શનિક ચર્ચા', “ધર્મ ઔર દર્શન”, “સાહિત્ય ઔર સંસ્કૃતિ, સંસ્કૃતિ કે અંચલ મેં, “જૈન આગમ સાહિત્ય મન ઔર મીમાંસા", ધર્મ અને સંસ્કૃતિ વગેરે.
જેમ એમણે શેધ–પ્રધાન તુલનાત્મક દૃષ્ટિથી લખ્યું છે તેમ ચિંતન-પ્રધાન તુલનાત્મક મૌલિક સાહિત્યનું પણ એમણે સારું એવું સર્જન કર્યું છે. “ચિંતન કી ચાંદની', “અનુભૂતિ કે આલોક મેં”, “વિચારરશ્મીએ”, “ચિંતન ઔર અનુભૂતિ”, “વિચારૈભવ', “ચિંતન કે ક્ષણ આદિ અનેક ગ્રંથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org