________________
૭૫ર
ભગવાન મહાવીર : એક અનુશીલન | ડે. જેકોબીએ પિતાના પરિવર્તિત નિર્ણય અંગે કોઈ પણ પ્રમાણ પ્રસ્તુત કર્યું નથી. એમણે પોતાના લેખમાં બુદ્ધને જયેષ્ઠ અને મહાવીરને નાના માન્યા છે. એમનો તર્ક એ છે કે કૃણિકને ચેટકની સાથે યુદ્ધ થયું, એનું જેટલું વિવરણ બૌદ્ધ સાહિત્યમાં મળે છે, એનાથી વધુ વિસ્તારથી વર્ણન તે અંગે જૈન આગમ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. બૌદ્ધ સાહિત્યમાં અજાતશત્રુના અમાત્ય વસ્યકાર દ્વારા બુદ્ધની સમક્ષ વજિજઓ પર વિજય પ્રાપ્તિ કરવાની યોજના પ્રસ્તુત કરવાનો ઉલ્લેખ છે ત્યારે જૈન આગમ સાહિત્યમાં કૃણિક અને ચેટકની વચ્ચેની થયેલા મહાશિલાકંટક સંગ્રામ અને રથમૂસલ સંગ્રામ અને વૈશાલીના પ્રાકાર ભંગનું સ્પષ્ટ વિવરણ મળે છે. એમનું એવું સ્પષ્ટ મંતવ્ય છે કે આનાથી એ પ્રમાણિત થાય છે કે મહાવીર બુદ્ધ પછી કેટલાંક વર્ષ (સંભવતઃ ૭ વર્ષ) અધિક જીવિત રહે છે."
વસ્તુતઃ બૌદ્ધ સાહિત્યમાં સમ્યક્ પર્યવેક્ષણથી એ સ્પષ્ટ જ્ઞાત થાય છે કે ડે. કેબીને પ્રસ્તુત તર્ક વજનદાર નથી. કેમકે વસ્યકારની કૂટનીતિક ચાલથી વજિજઓ પર કણિકના વિજયનું જૈન સાહિત્યમાં આપવામાં આપેલા વિવરણથી જુદા પ્રકારનું વિવરણ બૌદ્ધ ગ્રંથમાં છે.
દીઘનિકાયની અકથા અનુસાર વસ્યકાર છળકપટથી વજિજએમાં ફૂટનાં બીજ રોપે છે, પછી કૂણિક વૈશાલી પર આક્રમણ કરે છે અને વજિજઓ પર વિજય પ્રાપ્ત કરે છે. આ પ્રકારનું પૂર્ણ વિવરણ મળે છે. કેવલ રથમૂસલ અને મહાશિલાકંટક સંગ્રામને પરિચય બૌદ્ધ સાહિત્યમાં નથી.
સત્ય તથ્ય એ છે કે રાજા કૃણિક ભગવાન મહાવીરને પરમ ભક્ત હતો. એણે ભગવાન મહાવીરની સૂચના પ્રતિદિન પ્રાપ્ત કરવાની
વ્યવસ્થા કરી હતી. ભગવાન મહાવીરના પરિનિર્વાણ પછી તે ભગવાન ૫ શ્રમણ, વર્ષ ૧૩, અંક ૭, પૃ. ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org