________________
પ૦
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
બુદ્ધની અત્યેષ્ટિ ક્રિયા બાહ્યરૂપથી માનવ જ કરે છે, દેવતા અને ઈન્દ્ર અદષ્ટ રહીને આખું કાર્ય કરે છે. દેવતાઓ શું ઈચ્છે છે, કવું ઇચ્છે છે તે વાત આયુષ્યમાન અનિરુદ્ધ એમને બતાવે છે તથાગત બુદ્ધની ચિતામાં સ્વયં જ આગ પ્રકટે છે. અને મેઘકુમાર દેવ એમની ચિતા શાંત કરે છે. તથાગતની એક દાઢ સ્વર્ગલોકમાં પૂજાય છે અને એક ગાંધારપુરમાં છે. એક કલિંગ રાજાના દેશમાં અને એકને નાગરાજ પૂજે છે. ચાલીસ કેશ, રોમ વગેરે એક એક કરીને વિવિધ ચકવાલમાં દેવતાઓ લઈ ગયા.”
આ પ્રમાણે એ યુગમાં બે મહાન પુરુષના જીવનમાં જેવી રીતે અનેક પ્રકારની વિલક્ષણ સમાનતાએ પરિલક્ષિત થાય છે, તેમ નિર્વાણ વિધિની પણ સારા પ્રમાણમાં સમાનતા છે, વાસ્તવમાં પોતાની પરંપરામાં બનેને લકત્તર પુરુષ માનવામાં આવ્યા છે એટલે એના બધા સંસ્કાર લોકોત્તર-વિધિથી સંપન્ન થાય તે સહજ છે.
ઐતિહાસિક દૃષ્ટિથી નિર્વાણકાલ
પ્રાચીન અને અર્વાચીન ગ્રંથેના આધારે આજ એ સારી રીતે પ્રમાણિત થઈ ચૂકયું છે કે ભગવાન મહાવીરનું નિર્વાણ ઈ. પૂ. પર૭માં થયું હતું.
આધુનિક ઐતિહાસિક વિદ્વાનોએ આ સંબંધમાં અનેક દૃષ્ટિથી ગંભીર ચિંતન કર્યું છે. સર્વપ્રથમ આ અંગે ડૉ. હર્બન જેકેબીએ १. एका हि दाण तिदिवेहि पूजिता ।
एका पन गन्धारपुरे महीयति ॥ कालिरज्जो बिजिते पुनेक । एकंपन सभादन्ता, केसा लामा च सब्सो । देवा हरिस एकेक, चककवालपर परा ति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org