________________
૭૧૮
ભગવાન મહાવીર : એક અનુશીલન
-
કિરાતરાજ-હાર્દિક ઈછા તે એવી થાય છે કે આવાં અણમોલ રત્ન તારા દેશમાં આવીને જોઉં. પરંતુ મને તારા રાજાને ભય લાગે છે.
જિનદેવ–અમારા રાજાથી આપને ભયભીત થવાની જરૂર નથી. તે પણ આપની ખાતરી માટે હું મારા રાજા પાસેથી અનુમતિ મંગાવી લઉં છું. જિનદેવે પત્ર લખીને અનુમતિ મેળવી લીધી. - જિનદેવની સાથે કિરાતરાજ સાકેત આપે અને જિનદેવને અતિથિ બનીને રહ્યો. એ સમયે ભગવાન મહાવીર સાકેતના ઉદ્યાનમાં પધાર્યા. ભગવાનના આગમનના સમાચાર સાંભળી સાકેતને રાજા શત્રુંજય પણ ભગવાનને વંદના માટે ગયે. અન્ય હજારે લેકો પણ ભગવાનનાં દર્શનાર્થે જઈ રહ્યા હતા. વિચિત્ર હલચલ જોઈને કિરાતરાજે જિનદેવને પૂછયું–આ બધા લોકો ક્યાં જઈ રહ્યા છે?
જિનદેવ–આજ નગરની બહાર બહુ મોટે રત્નોને વ્યાપારી આવ્યું છે. તે બધાને અણમોલ રત્નનું વિતરણ કરે છે એટલે લોકો એની પાસે જઈ રહ્યા છે.
કિરાતરાજ-“આ તે આપણને સોનેરી અવસર પ્રાપ્ત થયે કહેવાય, આપણે પણ એમની પાસે જઈએ અને એની પાસેનાં રત્ન જોઈએ.” કિરાતરાજા સાથે જિનદેવ ભગવાનના સમવસરણમાં ગયા. તે ભગવાનના સ્ફટિક સિંહાસન આદિ દિવ્ય પ્રાતિહાર્યો જોઈને એ વિમિત થયે. એણે રત્નના કેટલા પ્રકાર હોય છે અને એમનું શું મૂલ્ય હોય વગેરે જિજ્ઞાસા પ્રસ્તુત કરી.
ભગવાન મહાવીરે કહ્યું–રત્ન બે પ્રકારનાં હોય છે. એક દ્રવ્ય રન છે અને બીજા ભાવરત્ન છે. દ્રવ્યરત્ન અનેક પ્રકારનાં છે અને ભાવરને ત્રણ પ્રકારનાં છેઃ (૧) દર્શનરત્ન, (૨) જ્ઞાનરત્ન, અને (૩) ચારિત્રરતન ભાવરને પર વિસ્તારથી પ્રકાશ ફેંકતાં કહ્યું એ અત્યંત પ્રભાવશાળી અને અનમેલ રત્ન છે. જે આ રને ધારણ કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org