________________
પાર્વાપત્ય ઉદક પઢાલ
૭૦૭
જ્યારે બધાયે ત્રસ જી સ્થાવર રૂપમાં ઉત્પન્ન થાય, ત્યારે ત્રણજીવની હિંસા ન કરનાર શ્રમણોપાસકનું “ત્રસfહેંસા-પ્રાર્થન” કેવી રીતે રહી શકે. કેમકે જે જીવોની હિંસાનું એણે પ્રત્યાખ્યાન કર્યું છે, તે બધા જે તે સ્થાવર થઈ ગયા છે. એટલે તે એની હિંસા ટાળી શકતું નથી.
ગૌતમ-આયુષ્યનું ઉદક, અમારા સિદ્ધાંત અનુસાર એવું કદી થતું નથી કે બધા સ્થાવર ત્રસ બની જાય. અને બધા ત્રણ સ્થાવર બની જાય. કેટલાક સમય માટે આપનું કથન પ્રમાણરૂપ માની લેવામાં આવે તે પણ શ્રમણોપાસકના ત્રસ-હિંસા પ્રત્યાખ્યાનમાં બાધ આવતો નથી. કેમકે સ્થાવર પર્યાયની હિંસામાં એનું વ્રત ખંડિત થતું નથી. અને ત્રસપર્યાયમાં તે અધિક ત્રસ જીવેની હિંસાને ટાળે જ છે. આર્ય ઉદક! આપનું એ કથન છે કે અધિક ત્રસ જીવની હિંસાથી નિવૃત્ત થનાર શ્રમણોપાસકને માટે એના કોઈ પણ પર્યાયની હિંસાનું પ્રત્યાખ્યાન નથી, તે કથન ન્યાયયુકત નથી.
ઉદક પિઢાલ અને ગણધર ગૌતમને આ મધુર સંવાદ ચાલી રહ્યો હતો એટલામાં અન્ય પાપત્ય સ્થવિર પણ ત્યાં આવી પહોંચ્યા. એમને જોઈને ગૌતમે કહ્યું–આર્ય ઉદક, પ્રસ્તુત સંબંધમાં આપના સ્થવિરો સાથે પણ વિચાર-ચર્ચા કરી લઈએ.
ગૌતમઆયુષ્મન નિર્ગથે, આ સંસારમાં કેટલાય એવા મનુષ્ય હેય છે કે જેની એ પ્રતિજ્ઞા હોય છે કે “જે કોઈ અનગાર સાધુ છે, એને જીવન પર્યન્ત મારીશ નહીં' એમાંથી કોઈ શ્રમણ શ્રામ
યપર્યાયને પરિત્યાગ કરી ગૃહવાસમાં ચાલ્યા જાય અને શ્રમણહિંસાને પ્રખ્યાખ્યાની ગૃહસ્થ, ગૃહવાસમાં રહેતા એવા તે પુરુષની હિંસા કરે તે શું એની પ્રતિજ્ઞાન ભંગ થાય છે?
નિગ્રંથ વિર–પ્રતિજ્ઞાન ભંગ થતું નથી. ગીતમ–નિશે, એ પ્રમાણે ત્રસકાયની હિંસાને ત્યાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org