________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કહે છે. અમે એને ત્રસપ્રાણ કહીએ છીએ. જેને અમે ત્રસ પ્રાણ કહીએ છીએ એને આપ ત્રસ–ભૂતપ્રાણ કહે છે. એ બને તુલ્યાર્થક છે. પરંતુ આર્ય ઉદક, આપના વિચારમાં તે બન્નેમાંથી ત્રસ– ભૂતપ્રાણુ એ વ્યુત્પત્તિ નિર્દોષ છે અને “ત્રસપ્રાણ ત્રસ” એ વ્યુત્પત્તિ સદોષ છે. પરંતુ એમાં વાસ્તવિક ભેદ નથી. આ પ્રમાણે છે, વાક્યોમાંથી એકનું ખંડન કરવું અને બીજાનું મંડન કરવું એ કે. ન્યાય ?
કેટલીય વ્યક્તિ એવી છે કે જે કહે છે કે અમે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને શ્રમણ્યધર્મ ગ્રહણ કરવાને સમર્થ નથી. હમણાં અમે શ્રાવક ધર્મને સ્વીકાર કરીએ છીએ, પછી વખત આવશે ત્યારે શ્રમણ ધર્મને સ્વીકાર કરીશું, તેઓ પિતાની અવિરતિમય પ્રવૃત્તિઓને મર્યાદિત કરતાં પ્રતિજ્ઞા કરે છે, રાજાજ્ઞાદિ કારણથી ગૃહપતિ અથવા ચેર બાંધવા કે છોડવા સિવાય હું ત્રસ જીવોની હિંસા કરીશ નહીં. પ્રસ્તુત પ્રતિજ્ઞા પણ જીવનની નિર્મલતાનું કારણ છે.
આર્ય ઉદક, આપને એ અભિમત છે ત્રસ કરીને સ્થાવર થાય છે એટલે ત્રસહિંસાના પ્રત્યાખ્યાનીના હાથથી આ જીવની હિંસા થવાથી એના પ્રત્યાખ્યાનને ભંગ થાય છે, એ કથન ઉચિત નથી. કેમકે ત્રસ નામ કમના ઉદયથી જ જીવ ત્રસ કહેવાય છે જ્યારે ત્રસ ગતિનું આયુષ્ય ક્ષીણ થઈ જાય છે, ત્યારે તેઓ ત્રસ કાયસ્થિતિ છેડીને સ્થાવરમાં જઈને ઉત્પન્ન થાય છે, એ સમય તેનામાં સ્થાવર નામ કર્મને ઉદય થાય છે અને તે જીવ સ્થાવરકાયિક કહેવાય છે. એ પ્રમાણે સ્થાવરકાયના જીવ ત્યાં આયુષ્ય પૂર્ણ કરી જ્યારે ત્રસકાયમાં ઉત્પન થાય છે ત્યારે તે ત્રસ કહેવાય છે, પ્રાણ પણ કહેવાય છે. એનું શરીર મોટું થાય છે અને આયુષ્યની સ્થિતિ પણ લાંબી થાય છે.
ઉદક—આયુષ્યન ગૌતમ, એ પણ વખત આવી શકે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org