________________
૬૯૦
ભગવાન મહાવીરઃ એક અનુશીલન ૪. દેવપ્રવેશન. પછી ભગવાને વિભિન્ન નૈરયિકેના પ્રવેશન અંગે વિસ્તૃત સૂચના આપી.
ગાંગેય–ભગવન , તિર્યંચનિક પ્રવેશન કેટલા પ્રકારના કહ્યા છે.
મહાવીર–ગાંગેય, પાંચ પ્રકારના કહ્યા છે. એકેન્દ્રિય, નિક પ્રવેશનક યાવત, પંચેન્દ્રિય નિક પ્રવેશનક. એના પછી ભગવાને વિસ્તૃત રૂપમાં એના અંગે વર્ણન કર્યું.
ગાંગેય–ભગવન, મનુષ્ય પ્રવેશન કેટલા પ્રકારના કહ્યા છે?
મહાવીર –તે બે પ્રકારના છે: ૧. સમૂર્છાિમ મનુષ્ય પ્રવેશનક અને ગર્ભજ મનુષ્ય પ્રવેશનક. એ પછી ભગવાને એનું વિસ્તારથી વિશ્લેષણ કર્યું.
ગાંગેય–ભગવદ્ , દેવ પ્રવેશનક કેટલા પ્રકારના છે?
મહાવીર–ગાંગેય, દેવ પ્રવેશનક ચાર પ્રકારના છેઃ ૧. ભવનવાસી દેવ પ્રવેશનક, ૨. વાણવ્યન્તર, ૩. તિષ્ક અને ૪. મૈમાનિક. એ અંગે પછીથી ભગવાને વિસ્તારથી વર્ણન કર્યું.
ગાંગેય–ભગવન , સનારક ઉત્પન્ન થાય છે યા અસત? આ પ્રમાણે સત્ તિર્યંચ, મનુષ્ય અને દેવ ઉત્પન્ન થાય છે કે અસત?
મહાવીર–ગાંગેય, બધા સત્ ઉત્પન્ન થાય છે, અસત કેઈપણ ઉત્પન્ન થતા નથી.
ગાંગેય–ભગવન, નારક, તિર્યચ, અને મનુષ્ય સત્ મરે છે યા અસત? એ પ્રમાણે દેવ સત્ ચુત થાય છે યા અસતું?
મહાવીર–ગાંગેય, બધા સત્ મરે છે, અસત કે ઈ મરતા નથી.
ગાંગેય–ભગવન સની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? અને મરેલાની સત્તા કેવી રીતે?
મહાવીર–ગાંગેય, પુરુષાદાનીય પાર્શ્વ અરિહતે લેકને શાશ્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org