________________
ભગવાન મહાવીર : એક અનુશીલન નયને લક્ષમાં રાખીને ભગવાનનું “દરેમાળ કથન થયેલ છે. જે તાર્કિક દષ્ટિથી બિલકુલ ઉચિત છે, અન્ય અનેક યુક્તિઓથી સ્થવિરો એ જમાલિને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જમાલિ સમજ્યા નહીં. એટલે અનેક સ્થવિરે એમને છેડી ભગવાન મહાવીરની પાસે ચાલ્યા ગયા.
કેટલાક સમય પછી જમાલિ અનગાર સ્વસ્થ થયા. તેઓ શ્રાવસ્તીથી વિહાર કરી ચંપા આવ્યા. મહાવીર પણ આ સમયે ચંપા પધાર્યા હતા. જમાલિ મહાવીર પાસે આવ્યા અને બોલ્યા. “આપના અનેક શિષ્ય છત્મસ્થ છે. કેવલજ્ઞાની નથી. પણ હું તો પૂર્ણ જ્ઞાનદર્શનથી યુક્ત અહંત જિન અને કેવલીના રૂપમાં વિચરી રહ્યો છું.” ઇન્દ્રભૂતિ ગૌતમે જમાલિના કથનને પ્રતિવાદ કરતા કહ્યું-કેવલજ્ઞાનીનું દર્શન પર્વત વગેરેથી આચ્છન્ન હોતું નથી. જે આપ કેવલજ્ઞાની છે તે મારા પ્રશ્નોના ઉત્તર આપો. “લોક શાશ્વત છે યા અશાશ્વત છે ? જીવ શાશ્વત છે યા અશાશ્વત છે?”
જમાલિ કોઈ પણ પ્રકારને ઉત્તર આપી ન શક્યા. તેઓ મૌન થઈ ગયા. ભગવાને કહ્યું-“જમાલિ, મારા અનેક શિષ્ય પ્રસ્તુત પ્રશ્નોને ઉત્તર આપી શકે છે, તે પણ તેઓ પિતાને જિન યા કેવલી નથી કહેતા.” જમાલિને મહાવીરનું કથન પસંદ આવ્યું નહીં. તેઓ ઊઠીને પોતાના સ્થાને ચાલ્યા ગયા. અલગ રહીને વર્ષો સુધી અસત્યનું પ્રરૂપણ કરતા રહ્યા અને મિથ્યાત્વને પ્રચાર કરતા રહ્યા. અંતમાં અનશન કરી પોતાના પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મને પ્રાપ્ત થયા અને લાન્તક દેવલોકમાં કિલ્વિષિક રૂપમાં ઉત્પન્ન થયા.૪૦
પ્રિયદર્શના પુનઃ પ્રતિબદ્ધ થઈ જમાલિની ઉપસ્થિતિમાં જ પ્રિયદર્શના એકવાર પિતાના સાથ્વી ૪૦ ભગવતી શતક સટીક ૯, ઉ૬. ૬ સુત્ર ૩૮૬–૩૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org