________________
જમાલિ અને ગોશાલકને વિદ્રોહ
લીધા વિના જ જુદે વિહાર કરવા લાગ્યા હતા. એકવાર સ્વતંત્ર વિચરણ કરતા એવા જમાલિ અનગાર પોતાના શિષ્ય સહિત શ્રાવસ્તીના કોષ્ઠક ચૈત્યમાં રોકાયા હતા.૩૯ ખાન-પાનની પ્રતિકૂળતાને કારણે એમના શરીરમાં પિત્તજ્વર થઈ ગયે હતે. આખું શરીર દાહ અને વેદનાથી પીડિત થઈ રહ્યું હતું. એમણે એક દિવસ સહવર્તી શ્રેમને શિય્યા સંસ્મારક કરવાનું કહ્યું. સાધુ તે વખતે કાર્યમાં લાગી ગયા. જમાલિ પીડાને કારણે અત્યંત આકુલ-વ્યાકુલ થઈ રહ્યા હતા. દેહની શકિત એટલી ક્ષીણ થઈ ચૂકી હતી કે તેઓ ઊભા રહી કે બેસી પણ શકતા ન હતા એક ક્ષણનો વિલંબ પણ એને અસહ્ય હતે. એમણે ફરી પૂછયું–મારે માટે શું શય્યા સંસ્મારક કરી દેવામાં આવી છે? શ્રમણએ વિનમ્ર નિવેદન કર્યું, હજી સુધી કરી નથી, કરી રહ્યા છીએ, એ સાંભળીને જમાલિ વિચારવા લાગ્યા : “ભગવાન મહાવીર તે કૃતમાનને કૃત, ચલમાનને ચલિત કહે છે, તે તે બિલકુલ મિસ્યા છે. જ્યાં સુધી શય્યા-સંસ્તારક બિછાવી દેવામાં આવી ન હોય ત્યાં સુધી બિછાવેલી કેવી રીતે મનાય.” એમણે પોતાની પાસે શ્રમણ નિગ્રંથને લાવ્યા અને પોતાનું મંતવ્ય પ્રકટ કર્યું. કેટલાક શ્રમણોને જમાલિનું મંતવ્ય સારું લાગ્યું, કેટલાક સ્થવિરેએ એને વિરોધ કરતાં કહ્યું–ભગવાન મહાવીરનું “હે જેનું આ કથન નિશ્ચયનયની અપેક્ષાએ સત્ય છે. નિશ્ચયનય કિયાકાલ અને નિષ્ઠાકાલને અભિન્ન માને છે. એમનું મંતવ્ય છે કે કઈ પણ કિયા કંઈક પણ કાર્ય કરીને જ નિવૃત્ત થાય છે. સારાંશ એ છે કે જે ક્રિયાકાલમાં કાર્ય ન થાય તે એની નિવૃત્તિ પછી એ કેવી રીતે થશે. એટલે નિશ્ચયનયને સિદ્ધાંત તર્કસંગત છે અને આ નિશ્ચયાત્મક ૩૯ સ્થાનાંગમાં ૭, ૩માં તેદુક ચિત્ય જણાવ્યું છે. પરંતુ શાંત્યાચાર્યની
ઉત્તરાધ્યયનની ટીકામાં (પત્ર ૧૫૩-૨) અને નેમિચન્દ્રની ટીકા (પત્ર ૬૯-૧)માં અને વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૨૩૦૭ની ટીકામાં તેંદુક ઉદ્યાન અને કેષ્ઠિક ચિત્ય જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org