________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
ભદન્ત શાંતિભિક્ષુનું મંતવ્ય છે કે ઈ.સ.ની પહેલી કે બીજી શતાબ્દી પર્યતમાં ચાવીસ બુદ્ધોને ઉલ્લેખ થઈ ગયું હતું.૭૫
ઐતિહાસિક દષ્ટિથી આપણે વિચારીએ તો તે સ્પષ્ટ જણાઈ આવે છે કે ચોવીસ તીર્થકર અને ચોવીસ બુદ્ધની સરખામણીમાં વૈદિક ચોવીસ અવતારની કલ્પના ઉત્તરકાલીન છે. કેમકે મહાભારતના સંવધિત રૂપમાં પણ દશાવતારને જ ઉલ્લેખ મળે છે. મહાભારતથી પ્રારંભીને શ્રીમદ્ ભાગવત સુધીનાં અન્ય પુરાણમાં અવતારોની સંખ્યા ૧૦, ૧૧, ૧૨ કે ૧૪ સુધી મળે છે. જો કે ચોવીસ અવતાર અગેને સ્પષ્ટ ઉલેખ તે આપણને ભાગવત [૨, ૭]માં જ ઉપલબ્ધ થાય છે. શ્રીમદ્ ભાગવતને સમય વિદ્વાન ઈસ.ની છઠ્ઠી સદીને માને છે.
વૈદિક પરંપરાની જેમ બુદ્ધોની સંખ્યા પણ ચક્કસ નથી. બુદ્ધોની સંખ્યા અનંત હેવાનું પણ કહેવામાં આવ્યું છે. ઈસુ [ખ્રિસ્ત પછી સાત માનુષી બુદ્ધ થઈ ગયા હોવાનું માનવામાં આવ્યું છે. અને વળી વીસ બુદ્ધ પણ થઈ ગયા માનવામાં આવ્યા છે. મહાભારતમાં એક ૩૨ બુદ્ધોની યાદી પ્રાપ્ત થાય છે.૭૯ જૈન સાહિત્યમાં આવી વિભિન્નતા કે અચેકસાઈ જેવા મળતી નથી. એમાં તીર્થકરોની સંખ્યામાં એકવાક્યતા – એકસરખાપણું છે. વેતાંબર ગ્રંથ હોય કે દિગમ્બર ગ્રંથ હેય, એમાં દરેક સ્થાને ચોવીસ તીર્થકરોને જ ઉલ્લેખ છે.
- એ યાદ રાખવું જોઈએ કે ચોવીસ તીર્થંકરનો ઉલ્લેખ સમવાયાંગ, ભગવતી જેવા પ્રાચીન ગ્રંથોમાં થયેલું છે. અંગ ગ્રંથોના અર્થના પ્રરૂપક સ્વયં ભગવાન મહાવીર છે અને હાલ જે અંગસૂત્ર પ્રાપ્ત થાય છે, એમાં સૂત્રના કર્તા ગણધર સુધર્યા છે. ભગવાન ૭૫ મધ્યકાલીન સાહિત્ય મેં અવતારવાદ. પૃ.૨૪ ૭૬ ભાગવત સંપ્રદાય, પૃ. ૧૫૩, પં. બલદેવ ઉપાધ્યાય, ૭૭ બૌદ્ધ ધર્મદર્શન, પૂ. ૧૨૧, આચાર્ય નરેન્દ્રદેવ ૭૮ એજન પુ. ૧૦૫ ૭૮ ધી બૌદ્ધિષ્ટ ઇકોનોગ્રાફી પુ.૧૦ વિજયધોષ ભટ્ટાચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org