________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
૨૭
ગ્રેવીસ બુદ્ધ ભાગવતમાં જે પ્રમાણે વિષ્ણુ, વાસુદેવ યા નારાયણના અનેક અવતારોની ચર્ચા કરવામાં આવી છે, તે પ્રમાણે લંકાવતાર સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે બુદ્ધ અનેક રૂપમાં અવતરિત થશે અને સર્વત્ર અજ્ઞાનીઓમાં ધર્મોપદેશ કરશે. લંકાવતારમાં ભાગવતની જેમ વીસ બુદ્ધોનો ઉલ્લેખ છે.
સૂત્રાલંકારમાં બુદ્ધત્વની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરવાના સંદર્ભમાં એમ કહેવામાં આવ્યું છે કે કેઈપણ મનુષ્ય પહેલેથી જ બુદ્ધ હતો. નથી. બુદ્ધત્વની પ્રાપ્તિ અર્થે પુણ્ય અને જ્ઞાનસંપત્તિની આવશ્યકતા છે. આમ છતાં બુદ્ધોની સંખ્યા તો વધતી જ રહી છે. પ્રારંભમાં એવી માન્યતા પ્રચલિત હતી કે એક સાથે બે બુદ્ધ સંભવી શકે નહીં. પરંતુ પાછળથી મહાયાન મતમાં એક સાથે અનેક બુદ્ધોના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યું. એનું મંતવ્ય એવું છે કે એક લેકમાં અનેક બુદ્ધ એક સાથે સંભવી શકે છે.''
આ માન્યતાના પરિણામે બુદ્ધોની સંખ્યામાં અનેકગણું વધારો થયેલ છે. સદુધર્મકુંડરીકમાં અનેક બધિસત્વ બતાવવામાં આવ્યા છે. અને એની સંખ્યાની સરખામણી ગંગા નદીના કિનારાની રેતીના કણે સાથે કરવામાં આવી છે. આ બધા બેસિને કેન્દ્ર ગણવામાં આવ્યા છે. 9 આ પછી આ ઉપમા બુદ્ધ માટે રૂઢ થઈ ગઈ છે.૬૮
લંકાવતાર સૂત્રમાં એમ જણાવવામાં આવ્યું છે કે બુદ્ધ કઈ પણ રૂપ ધારણ કરી શકે છે. વળી કેટલાંક સૂત્રોમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ગંગા નદીને કિનારાના રેતીકણાની જેમ અસંખ્ય બુદ્ધ ૬૬ લંકાવતારસૂત્ર ૪૦, પૃ. ૨૨૯ ૬૭ સૂત્રાલ કાર ૬,૭૭, ૬૮ બૌદ્ધધર્મદર્શન પૂ. ૧૦૪,૧૦૫. ૬૯ સધર્મ પુંડરીક ૧૪,૯ પૃ. ૩૦૨ ૭૦ મધ્યકાલીન સાહિત્ય મેં અવતારવાદ પૃ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org