________________
આતંક મુનિ દ્વારા આક્ષેપ-પરિહાર
૫૯૫ રાજા શ્રેણિકે પિતાના અનુચરો પાસેથી આ વાત સાંભળી તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ આદ્રક મુનિની પાસે ગયા. અને હાથીનાં બંધન તેડવાના કારણ અંગે પૃચ્છા કરી ત્યારે મુનિએ કહ્યું- હે રાજન! વનહસ્તીનું લોહની ઇંગલાઓ તેડીને મુક્ત થઈ જવું એટલું કઠિન નથી; જેટલું નેહથી બંધાયેલા કાચા સૂતરના દેરાને તેડવા કઠિન છે.
શ્રેણિક દ્વારા જિજ્ઞાસા પ્રસ્તુત કરવાને કારણે આદ્રક મુનિએ કહ્યું-રાજન ! હું ઘેરથી ચાલી નીકળે અને વસંતપુરની બહાર મંદિરમાં શ્રમણ વેશમાં ધ્યાનમુદ્રામાં ઊભું રહી ગયા. સંધ્યાનું ગાઢ અંધારું હતું. ધનશ્રી પિતાની સરખી ઉંમરની સખીઓ સાથે રમવાને ત્યાં આવી. સ્તબ્સને પકડીને તે કહે છે કે જુઓ, આ મારે પતિ છે. અંધકારને કારણે ધનશ્રીએ સ્તમ્ભને બદલે મને પકડીને કહ્યું હતું કે આ મારો પતિ છે. ઇચ્છા ન હોવા છતાં પણ ભાવીની પ્રબળતાથી મારે એની સાથે લગ્ન કરવાં પડ્યાં અને એક પુત્ર થયે. તે જ્યારે પાંચ વર્ષનો થયે ત્યારે મેં ધનશ્રીને દીક્ષા અંગે કહ્યુંતે રેંટિયે લઈને સૂતર કાંતવા લાગી. પુત્રે પૂછયું- “મા, આજ તું આ શું કરી રહી છે? ઉત્તરમાં એણે કહ્યું- પુત્ર ! તારા પિતા આપણે ત્યાગ કરીને સાધુ થવાને જાય છે. એટલે મારે સૂતર કાંતવું જ પડશે.” પલંગ પર સૂતેલો હું પત્ની અને પુત્રની વાતચીત સાંભળી રહ્યો હતે. પુત્રે કાચું સૂતર લીધું અને મારા પગ બાંધી દીધા અને કિકિયારી મારીને કહેવા લાગ્યું કે જોઉં છું કે હવે કેવી રીતે જાય છે.” મેં તે દેરા ગણ્યા તે બાર થયા. પુત્રસ્નેહને કારણે વળી બાર વર્ષ સંસારમાં રહેવું પડયું. હું તે કાચા સૂતરના દેરાને તેડી શક્યો નહીં એટલે મેં કહ્યું-- લેખંડની શંખલા તડવી સહેલી છે પણ કાચા સૂતરના દેરાને તોડવા મુશ્કેલ છે.
ત્યાર પછી આદ્રક મુનિ ભગવાન મહાવીરની પાસે ગયા. ભગવાનને વિધિપૂર્વક વંદન-નમસ્કાર કર્યા. આદ્રક મુનિ દ્વારા પ્રતિબંધિત પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org