________________
૫૯૩
આદ્રક મુનિ દ્વારા આક્ષેપ-પરિહાર અને અમારા ધર્મમાં આચાર–પ્રધાન શીલ તથા જ્ઞાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. પુનર્જન્મની માન્યતામાં પણ કેઈપણ પ્રકારને મતભેદ નથી, પરંતુ અમે એક અવ્યક્ત લોકવ્યાપી, સનાતન, અક્ષય અને અવ્યય આત્માને માનીએ છીએ. ન તે એને કદી ક્ષય થાય છે કે ન તે હાસ થાય છે. તારાગણમાં ચંદ્રની માફક સર્વ ભૂતગણમાં તે આત્મા એક જ છે.'
આદ્રકમુનિ-જે એ પ્રમાણે હોય તે પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને દાસ તથા કીડા, પંખી, સર્પ. મનુષ્ય વગેરે વચ્ચે કઈ ભેદ રહે નહીં અને તેઓ પૃથક પૃથક સુખ-દુઃખ ભોગવતા આ સંસારમાં શા માટે ભટકે છે?
પરિપૂર્ણ કૈવલ્યથી લોકને સમજ્યા વિના જે બીજાને ધર્મોપદેશ કરે છે તેઓ પિતાનું અને બીજાનું અહિત કરે છે. પરિપૂર્ણ કૈવલ્યથી લેકસ્વરૂપને સમજીને તથા પૂર્ણજ્ઞાનથી સમાધિયુકત બનીને જે ધર્મોપદેશ કરે છે, તેઓ સ્વયંનું પણ હિત કરે છે, અને બીજાઓનું પણ.
હે આયુષ્યમાન ! આ તારે બુદ્ધિવિપર્યા છે જેના કારણે તિરસ્કાર ગ્ય જ્ઞાનવાળા આત્માદ્વૈતવાદીએ એનું સંપૂર્ણ જ્ઞાનદર્શન–ચારિત્રયુકત જિનોને એક જણાવે છે, આ અનુચિત છે.
આમાદ્વૈતવાદીઓને પરાસ્ત કરી આદ્રકમુનિ આગળ વધ્યા. ત્યારે હસ્તી તાપસેએ એમને કહ્યું
હસ્તીતાપસ હસ્તીતાપસ અમે વર્ષમાં ફક્ત એક જ હાથીને બાણથી મારીએ ૫. ટીકાકાર આચાર્ય શીલાંકે (૨, ૬, ૪૯)માં એને એકદંડી જણાવ્યો છે.
ડો. હરમન જેકોબીએ પિતાના અંગ્રેજી અનુવાદમાં [S B. E. Vol XIVP. 417th]માં એન વેદાંતી કહ્યો છે. પ્રસ્તુત માન્યતા જોતાં . જેકાબીને અર્થ સંગત લાગે છે. ટીકાકારે પણ આગળની ગાથામાં
એ જ અર્થને રવીકાર કર્યો છે. ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org