________________
પહ૧
આદ્રક મુનિ દ્વારા આક્ષેપ-પરિહાર આપે છે અથવા સાંભળે છે, તે બન્ને પ્રકારે અજ્ઞાન અને અકલ્યાણ પ્રાપ્ત કરનાર છે. જેને સ્થાવર અને જંગમ પ્રાણીઓના સ્વરૂપનું જ્ઞાન છે, જે અપ્રમત્ત થઈને સંયમ અને અહિંસાનું પાલન કરવાનું ઈચ્છે છે, શું તેઓ આ પ્રકારની વાત કહી શકે? જેમ તમે કહ્યું – બાલકને તુંબડુ સમજીને અને તુંબડાને બાલક સમજીને રાંધે, શું આ વાત શક્ય છે? જે આ પ્રમાણે કહે છે તે અસત્યભાષી અને અનાર્ય છે.
મનથી બાળકને બાળક સમજવું અને ઉપરથી એને તુંબડું કહેવું, શું આ સંયમી પુરુષને ચગ્ય છે? ખૂબ હષ્ટ-પુષ્ટ બકરાને મારી એને સારી રીતે કાપી, એના માંસમાં નમક નાંખી, તેલમાં તળી, પીપર આદિ દ્રવ્યથી વઘારીને તૈયાર કરેલું માંસ તું ખાય છે અને ઉપરથી તું કહે છે કે મને પાપ લાગતું નથી, આ બધું તારા કૂર સ્વભાવ અને રસ-લંપટતાનું સૂચક છે. એ સ્પષ્ટ છે કે આ પ્રમાણે કેઈ અજાણપણે પણ માંસ ખાય છે, તે તે પાપ કરે છે તે પણ કહેવું કે અમે જાણીને ખાતા નથી. એટલે અમને દેષ લાગતું નથી, તે મિથ્યા છે.
પ્રાણી માત્રની પ્રતિ જેના અન્તર્માનસમાં ધ્યાની ભાવનાઓ અંગડાઈએ લઈ રહી છે. જે સાવદ્ય દેનું વજન કરે છે, એવા ભગવાન મહાવીરના ભિક્ષુઓ દેશની આશંકાથી ઉદ્દિષ્ટ–ભેજન ગ્રહણ કરતા નથી. તથા જેવી રીતે સ્થાવર અને જંગમ પ્રાણીઓને કષ્ટ થાય, એવી પ્રવૃત્તિ પણ કરતા નથી, સંયમી પુરુષનું ધર્મપાલન કેટલું સક્ષમ છે.
રક્તરંજિત હાથવાળી વ્યક્તિ જે દરરોજ બે હજાર સ્નાતક ભિક્ષુઓને જમાડે છે, તે પૂર્ણપણે અસંયમી છે. ખૂની વ્યક્તિ આ લેકમાં તિરસ્કારપાત્ર થાય છે, એને પરલેકમાં પણ શ્રેષ્ઠ ગતિ મળતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org