________________
૫૮૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
એ છે કે જે પૂણિયા શ્રાવકની એક સામાયિકનું ફળ તેને પ્રાપ્ત થાય. જે તારું નરક ટાળી શકે છે.
આ સાંભળીને શ્રેણિકનું હૃદય વાંસવા ઊછળવા લાગ્યું. “એક સામાયિકનું શું મૂલ્ય હોઈ શકે? વધુમાં કરેડ સ્વર્ણમુદ્રાથી અધિક તે ન હોઈ શકે? આ તે સહેલે ઉપાય છે.
તેઓ સીધા પૂણિયા શ્રાવકના ગૃહે પહોંચ્યા અને અત્યન્ત દીન સ્વરમાં કહેવા લાગ્યા : “શ્રાવકશ્રેષ્ઠ તમારી પાસે એક યાચના કરવા આવ્યો છું. જે માગશો તે કિંમત સહર્ષ આપીશ.”
રાજન ! કહેને મારા જેવા સાધારણ ગૃહસ્થ પાસે એવી કઈ ચીજ છે જેની આપને જરૂર પડી છે. અને જે માટે આપને ખુદને અત્રે આવવું પડ્યું છે.”
શ્રાવક પ્રવર! વસ્તુ નહીં, તારી સામાયિક જોઈએ છે. ફક્ત એક જ સામાયિક, બેલે કેટલી કિંમતે તે આપી શકશે?”
પૂણિયા આશ્ચર્યચકિત થઈને સમ્રાટને જોવા લાગ્યેઃ રાજ ! શું આપને સામાયિક જોઈએ છે?
શ્રેણિક–હાં, મને સામાયિક જોઈએ છે. તારી એક સામાયિક વડે મારું નરકમાં જવું ટળી શકે છે. તું મૂલ્ય બતાવવામાં સંકેચ ન કર. હું મફતમાં નહીં, પરંતુ મૂલ્ય આપીને લઈશ.”
પણિયા શ્રાવકે કહ્યું –“રાજન ! આ મારે માટે બિલકુલ નવી જ વાત છે. હું સામાયિકનું મૂલ્ય તમને શું કહી શકું. જેણે તે લેવાનું કહ્યું હોય તે જ એનું સાચું મૂલ્ય કહી શકે. આપ એમને જ પૂછે કે એક સામાયિકનું શું મૂલ્ય છે?
રાજા શ્રેણિકે ભગવાન પાસે જઈને જણાવ્યું ભગવાન! પૂણિયે શ્રાવક સામાયિક દેવા તૈયાર છે, તે એક સામાયિકનું મૂલ્ય જાણતે નથી. કૃપા કરી આપ જણાવે કે એક સામાયિકનું શું મૂલ્ય છે? હું મારો સમગ્ર રાજ-કેષ આપીને પણ સામાયિક લઈશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org