________________
પ૭૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
- વૃદ્ધ રાજા શ્રેણિકની પાસે બેઠેલા મહામંત્રી અભયકુમારને કહ્યું – અભય, તું ચાહે છવ યા ચાહે મર!”
જનતાનો ક્રોધ કુતૂહલના રૂપમાં ફેરવાઈ ગયે. તે ક્રોધ–મિશ્રિત આશ્ચર્ય—મુદ્રામાં જોવા લાગી. એટલામાં વૃદ્ધે કાલશકરિક કસાઈને સંબધિત કરીને કહ્યું – તું મર નહીં કે જીવ નહીં ”
આખી સભા સ્તબ્ધ હતી. આ કણ મૂખે છે? કઈ વણઉકેલાયેલ સમસ્યાને ઉકેલી રહ્યો છે ? આ બકવાદનું તાત્પર્ય શું છે ? બધા લેકે પરસ્પર ઘુસપુસ કરવા લાગ્યા. એટલામાં આંખના ઝબકારામાં તે વૃદ્ધ અલેપ થઈ ગયે.
રાજા શ્રેણિકે ભગવાનને પૂછયું-“ભગવન્આ નિરાળી વ્યક્તિ કેણુ આવી હતી? એણે આપને કેટલે અવિનય કર્યો. પાગલની માફક બકવાદ કર્યો. શું એનું કાઈ રહસ્ય છે ?”
પ્રભુની ગંભીર વાણી મુખરિત થઈ–“રાજન્ ! આ કઈ મનુષ્ય નહીં, દેવ હતા. એમણે જે કહ્યું ને તમે પાગલને પ્રલાપ ન સમજે, એમના કથનમાં જીવનનું અમર સત્ય છુપાયેલું છે.”
ભગવન ! તે અમર સત્ય શું છે, કૃપા કરી જણાવો.”
રાજન ! વૃદ્ધ તને કહ્યું–જીવતે રહે. એનું એ રહસ્ય છે કે તારી સમક્ષ આ સમયે ભૌતિક વૈભવને અંબાર છે. તને અહીં સર્વ પ્રકારનાં ભૌતિક સુખ ઉપલબ્ધ છે. તું અહીં જેટલા દિવસ જીવતે રહીશ એટલા દિવસ અહીં કઈ પ્રકારનું દુઃખ થશે નહીં. પણ આગળ નરક તૈયાર છે. ત્યાં ભયંકર કષ્ટ છે, દારુણ વેદના છે. અહીં ફૂલ છે તે ત્યાં ફૂલ છે, એટલે જ્યાં સુધી જીવિત છે, ત્યાં સુધી તારે માટે સારું છે, પણ મરણ સારું નથી.'
આ કડવું સત્ય સાંભળી સમ્રાટનું હૃદય ધડકવા લાગ્યું પરંતુ આગળના પ્રશ્નો જાણવાની ઉત્સુકતા હતી એટલે એણે બે પળ થોભીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org