________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
હતી અને છ ગોકુલ હતા. એણે ભગવાનના ઉપદેશ સાંભળી શ્રાવક વ્રત ગ્રહણ કર્યું.... ચુલનીપિતાની માફક તે ધર્મપ્રજ્ઞપ્તિ ગ્રહણ કરવા લાગ્યું. ચુલનીપિતાની માફક એની પાસે પણ રાત્રિએ દેવ આવ્યા અને એ જ પ્રમાણે શીલવત ખંડિત કરવા માટે કહ્યું અને ત્રણ પુત્રોના ટુકડે ટુકડા કરી સુરાદેવના શરીરને સિંચ્યું. તે પણ તે વિચલિત ન થયેા. અંતે એણે ત્રણ વાર એ ધમકી આપી કે તારા શરીરમાં શ્વાસ, કુષ્ઠ આદિ રાગ પેદા કરીશ જેનાથી તું તરફડીને મરી જશે. ત્રીજી વાર સુદેવ એને પકડવા ઊઠયો પરંતુ દેવ ચાલ્યા ગયા અને એના હાથમાં થાંભલા રહ્યો. ચીસા પાડવાથી એની પત્ની ત્યાં આવી અને એને શાંત પાડયો. અંતે આલેાચના-પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરી, તે આયુષ પૂર્ણ થવાથી તે સૌધર્મ દેવલાકમાં ગા.૩
૧૬૮
પુદ્ગલ પરિત્રાજકની દીક્ષા
વારાણસીથી ભગવાન આલભિયા પધાર્યાં અને શંખવન ઉદ્યાનમાં બિરાજ્યા. વારાણસીના રાજાની માફક આભિયાના રાજાનું નામ જિતશત્રુ મળે છે. ભગવાનના આગમનના સમાચાર સાંભળી તે વંદન કરવા આવી પહોંચ્યા.
શંખવનની નજીક પુદ્ગલ પરિત્રાજક રહેતા હતા. જે ચારે વેદો અને બ્રાહ્મણ ગ્રંથાના ગંભીર જ્ઞાતા હતા. તે નિરંતર ષષ્ઠ તપની સાથે સૂર્યની સંમુખ ઊર્ધ્વખાતુ ઊભા રહી આતાપના લેતા હતા. ઉગ્રતપ અને તીવ્ર આતાપના તથા સ્વભાવની ભદ્રતાને કારણે પુદ્ગલ પરિવ્રાજકને વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે બ્રહ્મ દેવલે ક સુધીના દેવાની ગતિસ્થિતિને પ્રત્યક્ષ નિહાળવા લાગ્યા.૪
આ જ્ઞાનની ઉપલબ્ધિથી પુદ્ગલ ચિંતન કરવા લાગ્યા કે મને વિશિષ્ટ આત્મજ્ઞાન થયું છે. હું પ્રત્યક્ષ જ્ઞાનથી જોઈ રહ્યો છું કે દેવાનું
3 ઉપાસક દશાંગ અ. ૪
૪ ભગવતી, શ. ૧૧, ઉદે. ૧૨, સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org