________________
પુનઃ રાજગૃહમાં
૫૫૩ એક વિચિત્ર ઊથલ-પાથલ મચી ગઈ હતી. શું હું મારે સ્વામી નથી? આ વખતે નગરની બહાર ધર્મશેષ મુનિ પધાર્યા. હજારે નાગરિકે એમનાં દર્શનાર્થે જઈ રહ્યા હતા. શાલિભદ્ર સાતમા માળના ગવાક્ષમાંથી બેઠા બેઠા આ બધું જોયું. અનુચરે પાસેથી આ અંગે માહિતી મેળવી કેમકે એના મનમાં સ્વામિત્વનો પ્રશ્ન પૂંટાઈ રહ્યો હતો. સમાધાન મેળવવાની ઉત્સુકતાથી તે પણ અનુપમ સાજસજાવટ સહિત મુનિનું પ્રવચન સાંભળવા નીકળી પડ્યો. ધર્મષા મુનિની દેશનાથી એને ભેગ પ્રત્યે વિરક્તિ થઈ. નાથ-અનાથનો મર્મ સમજાય. મુનિ બનવાની વિચારધારા મનમાં ઉત્પન્ન થઈ પ્રાસાદે આવીને માતા ભદ્રાને એણે વાત કરી. એને વાઘાત લાગ્યો ને અંતે માતાએ સલાહ આપી કે જે સાધુ બનવું હોય તે ધીરેધીરે ત્યાગ કરવાનો અભ્યાસ કરો. પનીઓ પણ પતિનો પ્રસ્તુત સંકલ્પ સાંભળી આકુળ-વ્યાકુળ થઈ ગઈ. તેઓએ પતિના મનને વાળવા દરેક પ્રકારના પ્રયત્ન કર્યો પરંતુ શાલિભદ્રનું પત્ની-પરિત્યાગનું અનુષ્ઠાન ચાલતું જ રહ્યું. તે દરરોજ એકએક પતનીને પરિત્યાગ કરી રહ્યો હતે.
શાલિભદ્રની સગી બહેન સુભદ્રાનું પાણિગ્રહણ રાજગૃહના પ્રસિદ્ધ ધનવાન ધનાની સાથે થયું હતું. ધનાને સુભદ્રા ઉપરાંત બીજી પણ સાત પત્નીઓ હતી. તે એક દિવસ સ્નાન કરાવતી હતી તે વખતે સુભદ્રાને ભાઈની યાદ આવી ગઈ. અને આંખમાંથી આંસુ ટપકી પડયાં. ધન્નાની પીઠ પર ગરમ ગરમ આંસુનાં ટીપાં પડ્યાં. એણે ઊંચે જોયું. સુભદ્રાની આંખોમાંથી આંસુ વરસી રહ્યાં હતાં. ધન્નાએ કહ્યું –આ આમેદ-પ્રમોદની વેળાએ આંસુ કેમ? સુભદ્રાએ જણાવ્યું પતિદેવ ! મારો ભાઈ શાલિભદ્ર દીક્ષા ગ્રહણ કરવાને છે
૪. રઢિમસ્ત દુષfanfહ્ય રથે થયા
आचार्यपादान् वन्दित्वा साधुश्चेापाविशत्परः ॥
ત્રિષષ્ટિ. ૧૦,૧૦,૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org