________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
ગૃહે આવ્યેા. શાલિભદ્ર હજી સુધી ઉપરના મજલે જ હતા. ચેાથા માળ પર રાજાને બેસાડવામાં આવ્યા. દિવ્ય ઋદ્ધિ અને સમૃદ્ધિ જોઈ ને રાજા ચકિત થઈ ગયા. વિચારવા લાગ્યા આ દિવ્ય ઋદ્ધિને ભાગવનાર શાલિભદ્ર કેવા હશે. સાતમા મજલા પર જઇને ભદ્રાએ શાલીભદ્રને કહ્યું —પુત્ર ! શ્રેણિક આપણા ઘરે આવ્યા છે. નીચે ચાલ અને નમસ્કાર કર.
પપર
મા, તમે ઘરનાં માલિક છે. શ્રેણિકનું જે કાંઈ મૂલ્ય હોય તે આપી દે અને ખરીદી હા, મારે નીચે આવવાની શી આવશ્યકતા છે?
પુત્ર! તું સમયેા નહી. શ્રેણિક ખરીદવાની વસ્તુ નથી. શ્રેણિક આપણા રાજા છે. આપણા નાથ છે. તેઓ આપણા ઉપર ખૂબ અનુગ્રહ કરીને આપણા ઘરે આવ્યા છે. તું નીચે આવીને નમસ્કાર કર.
‘નાથ' શબ્દ સાંભળીને શાલિભદ્રના મનમાં ચાટ લાગી શું હું સ્વયં માશ નાથ નથી. મારા પશુ નાથ છે. હું એવા માર્ગ અપનાવીશ કે જેથી મારે અન્ય કેાઈ નાથ રહે નહીં.
માતાની આજ્ઞાનું પાલન કરવા શાલિભદ્ર શ્રેણિક પાસે આવીને નમસ્કાર કર્યા. શ્રેણિક એનું સુંદર સુડાલ શરીર ગૌર વણુ અને અસીમ સુકુમારતા જોઈ અવાક થઈ ગયા. જેવા તે નમસ્કાર કરવાને નજીક આળ્યે તેવા જ તેને સ્નેહથી શ્રેણિકે પોતાના ખેાળામાં બેસાડચો, પણ શાલિભદ્ર ગુલામના ફૂલની માફક સુકુમાર હતા, રાજાના શરીરની ગરમીથી એના આખા શરીરે પરસેવા વળી ગયે. એને આકુળતાનો અનુભવ થવા લાગ્યા રાજા સમજી ગયા. એણે એને નજીકના આસન પર બેસાડયો અને એની સાથે વાતચીત શરૂ કરી.
રાજા પુલકિત થઈ ને પેાતાના રાજમહેલમાં પાછે આવ્યે અને શાલિભદ્ર પાતાના સાતમા માળે પાછે આગ્યે. પણ એના મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org