________________
૫૪૯
પુન: રાજગૃહમાં
એક દિવસ રાજગૃહમાં રત્નકંબલ વેચનાર વ્યાપારીઓ આવ્યા. એમની પાસે સોળ રન-કંબલ હતા. પ્રત્યેકનું મૂલ્ય સવા લાખ સુવર્ણ મુદ્રાઓ હતી. રાજગૃહને કોઈપણ વ્યાપારી એને ખરીદી ન શક્યો. અંતે તેઓ રાજા શ્રેણિકની પાસે ગયા. રાણીઓએ રન-કંબલ જેયા, ખૂબ જ ગમી ગયા. પણ મૂલ્ય સાંભળી રાજા અને રાણીઓ ચેકી ઊઠયાં. કંબલ ન ખરીદી શક્યાં.
' વ્યાપારીઓ પોતાના નિવાસથાનની બહાર વૃક્ષની છાયામાં બેસીને એકબીજાને કહી રહ્યા હતા કે રાજગૃહ નગરમાં પણ અમને કંબલ ખરીદનાર ન મળે. તે હવે અહીંથી ક્યાં જઈશું. શાલિભદ્રની દાસીઓ એ માર્ગેથી પનઘટ તરફ પાણી ભરવાને જઈ રહી હતી. વ્યાપારીઓને વાર્તાલાપ એમણે સાંભળે. પાણી લઈને પાછી ફરતી દાસીઓએ પૂછયું - લાગે છે કે આપ કઈ ગંભીર ચિંતામાં છે, જે છુપાવવા જેવું ન હોય તે અમને કહે. અમે તે દૂર કરવા પ્રયત્ન કરીશું. વ્યાપારીઓએ કહ્યું, જે ચિંતાનું નિવારણ રાજા શ્રેણિક પણ ન કરી શક્યા. એનું નિવારણ આપ કેવી રીતે કરી શકશે. દાસીઓએ કહ્યું–જે કાર્ય મેટા કરી શકતા નથી તે કાર્ય કે ઈ વખતે નાના પણ કરી શકે છે! વ્યાપારીઓએ આમાંથી છૂટવા અન્યમનસ્કપણે પિતાની વાત ટૂંકમાં એમને જણાવી. દાસીઓએ હસીને કહ્યું –શું આટલી જ વાત છે? અમારી સાથે ચાલે. અમે એક જ સદામાં તમારી બધી કંબલ વેચાવી દઈશું. અમારા સ્વામી શાલિભદ્ર પાસે વિરાટ વૈભવ છે. વ્યાપારીઓ ઉત્સુક થઈ એમની સાથે ગયા. શાલિભદ્રના ભવ્યભવનને જોઈને એમને લાગ્યું કે આ રાજપ્રાસાદની જેમ રમણીય છે. વ્યાપારીઓએ પહેલા માળે પ્રવેશ કર્યો. ત્યાંની સજાવટ જોઈને તે વિસ્મિત થઈ ગયા. દાસીઓએ કહ્યું. આ તે અમારે રહેવાને માળ છે. બીજા માળની રમણીયતા પહેલા માળથી પણ અધિક હતી. દાસીઓએ કહ્યું-અહીં મુનીમે રહે છે. જે ચેપડા ખતવવાનું કામકાજ કરે છે. ત્રીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org