________________
૫૩૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
રાષભદત્ત અને દેવાનંદાની દીક્ષા
બ્રાહ્મણ કુંડગ્રામમાં ત્રષભદત્ત બ્રાહ્મણ રહેતું હતું. આચારાંગ, કલ્પસૂત્ર, અને આવશ્યક ચૂર્ણિમાં એને માત્ર બ્રાહ્મણ તરીકે જણાવવામાં આવ્યું છે. પરંતુ ભગવતી સૂત્રમાં એને ચાર વેદના જ્ઞાતા હોવાની સાથે શ્રમણ પાસક તરીકે પણ જણાવવામાં આવ્યું છે.
ભગવાન મહાવીરના આગમનની સૂચના પ્રાપ્ત થતાં જ ત્રાષભદત્ત પિતાની પત્ની દેવાનંદાને લઈને ભગવાનને વંદના કરવા નીકળે ભગવાનને વંદના કરી તે પિતાના સ્થાન પર બેસી ગયે. ભગવાનને જોઈ દેવાનંદાને અપાર પ્રસન્નતા થઈ. એનું આખું શરીર માંચિંત થઈ ગયું. એના સ્તનોમાંથી દૂધની ધારાએ છૂટવા લાગી. એની આંખમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યાં.
દેવાનંદાના શરીરમાં આ રીતના પરિવર્તનને જોઈને ગૌતમે ભગવાનને નમસ્કાર કરીને પૂછયું–“ભગવાન ! દેવાનંદા ! આપને જોઈને રોમાંચિત કેમ થઈ ગઈ છે? એના સ્તનમાંથી દૂધની ધારા કેમ વહેવા લાગી છે?”
ભગવાને સ્પષ્ટીકરણ કરતાં કહ્યું—“દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે. હું આ દેવાનંદ બ્રાહ્મણને પુત્ર છું " ભગવાન મહાવીરે ગર્ભપરિવર્તનની આખી ઘટના સંભળાવી. ૧. આચારાંગ ૨, પૃ. ૨૪૩. બાબુ ધનપતસિંહ ૨. કલ્પસૂત્ર સુત્ર ૭, પૃ. ૪૩ દેવેન્દ્રમુનિ સંપાદિત ૩. આવશ્યક ચણિ, પૂર્વાદ્ધ પત્ર ૨૨૬ ૪. ભગવતી ૯, ૬, ૩૮૦ પત્ર. ૮૩૭ ૫. (ક) જેવા | દેવાયા મળી મi અન્ન, અહં જ રેવાઇiાઇ માળી
अत्तए, तए णं सो देवाणंदा माहणी तेणं पुव पुत्र सिणेहरागेण आगयपण्हया जाव सम्सवियरोमक्खा ।
- ભગવતી ૯, ૬, ૩૮૧ (ખ) ત્રિષષ્ટિ ૧૦, ૮, ૧૦-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org