________________
રાજગુહમાં ધર્મજાગૃતિ
પર ૩ સાધુઓને જવા-આવવા માટે તે એક જ રસ્તે હતે. કેઈના પગ મેઘના શરીર સાથે અથડાઈ જતા અને એની મીંચાઈ જતી પાંપણે ખૂલી જતી. વળી ઊંઘમાં આંખે જરા મીંચાવા લાગતી કે કેઈને પગ હાથની આંગળી પર મુકાતા, મેઘ ધીરેથી સીસકારો કરી ઊઠતે. વારંવાર પગ લાગવાને કારણે એનાં વસ્ત્રોમાં પણ માટી અને ધૂળ ભરાઈ ગઈ. ફૂલોની સુકુમાર શમ્યા પર સૂનાર રાજકુમાર આજ ધૂળ ભરેલી શય્યા પર સૂઈ રહ્યો હતો. વારંવાર પગની ઠોકર લાગવાથી તેને એક ક્ષણ પણ શાંતિથી ઊંઘ આવી શકી નહીં. ઊંઘ ન આવવાથી એનું માથું ભમી ગયું. આંખ લાલ થઈ ગઈ. આખું શરીર શિથિલ થઈ ગયું. આખરે મેઘનું ધૈર્ય કાચના વાસણની માફક તૂટીને વીખરાઈ ગયું. કેટલું બધું દુઃખ છે શ્રમણજીવનમાં! જીવનભર અહીં તે આ ક્રમ ચાલશે. આ પ્રમાણે દરરોજ પાંપણે ચળતાં ચળતાં ઊંઘ વિના રાત્રિ પસાર કરવી પડશે. હું આવું જીવન કેવી રીતે જીવી શકીશ. જે જીવનમાં આરામથી સૂવાનું પણ ભાગ્યમાં લખ્યું નથી. હું આ પ્રકારનું કષ્ટ જીવનભર સહન કરી શકું નહીં. મેઘ આવા વિચારમાં ડૂબેલે રહી રાત્રિભર જાગતે રહ્યો.
પ્રાતઃ થતાં ચંચલચિત્ત મેઘકુમાર ભગવાનનાં ચરણોમાં વેષ સોંપીને ઘરે જવાની અનુમતિ લેવા ઉપસ્થિત થયે. ભગવાને એને ઉધન કરતાં કહ્યું–મેઘ ! શું તું સાધનામાર્ગેથી પીછેહઠ કરવાનું વિચારે છે ! યુદ્ધના મેદાનમાં પહોંચ્યા પછી વીર હંમેશાં આગેકૂચ કરે છે. તે વીર છે તે પણ કાયરની માફક પીછેહઠ કરવા ચાહે છે! ચેડા કષ્ટમાં વૈર્ય બેઈ બેઠે. પશુ-જીવનમાં તે પિતાના જીવન પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને આજ માનવ જીવનમાં હારી રહ્યો છે. લે સાંભળ, હું તને તારા પૂર્વજીવનની એક ઘટના સંભળાવું.
મુનિ મેઘ ભગવાનનાં ચરણમાં બેસી ગયા. ભગવાને કહ્યું-વિધ્યાચલનાં સઘન જંગલમાં સુમેરુપ્રભ નામનો એક વેત હાથી રહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org