________________
૫૧૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
વર્ષ બાદ બુદ્ધની માસી મહાપ્રજાપતિ ગૌતમી એમની પાસે આવી પહોંચે છે કે જ્યારે તેઓ કપિલવસ્તુના ન્યધારામમાં વિહાર કરી રહ્યા હતા. એમણે સ્ત્રીઓને પ્રવજ્યા આપવાને અનુરોધ કર્યો પરંતુ બુદ્ધ એ અનુરોધને સ્પષ્ટ શબ્દોમાં અસ્વીકાર કર્યો. પરંતુ ગૌતમી નિરાશ ન થઈ. તે કેટલાક સમય પછી ફરીથી બુદ્ધને મળવા વૈશાલી ગઈ. આ વખતે એણે વાળ કપાવી નાંખ્યા હતા. અને શરીર પર કાષાય વસ્ત્ર ધારણ કર્યા હતાં. તથા અન્ય શાક્યસ્ત્રીઓને પણ સાથે લઈ ગઈ હતી. તે કપિલવસ્તુથી વૈશાલીપગે ચાલીને ગઈ હતી. • ગૌતમી પ્રવજ્યા લીધા પૂર્વેથી પ્રવજિત વ્યક્તિ જેવી વેશભૂષા ધારણ કરીને પગપાળા એટલા માટે ગઈ હતી કે બુદ્ધ કેવલ નારીની શારીરિક દુર્બલતાને કારણે એને સંઘમાં પ્રવેશ આપવા માટે અયોગ્ય ન સમજે.
ગૌતમીએ આનંદને પિતાના હૃદયની વાત જણાવી. આનંદ ગૌતમીની ઈચ્છાને સમજીને, બુદ્ધની પાસે ગયા. અને પ્રવજ્યા આપવાને અનુરોધ કર્યો. પરંતુ બુદ્ધ એ સમયે પણ પુનઃ પિતાની અસહમતિ પ્રકટ કરી, ત્યારે આનંદે બુદ્ધને એમના એ સિદ્ધાંતને કે જેમાં સ્ત્રીને પણ અહંત પદ પ્રાપ્ત કરવાનો અધિકાર છે, એમ જણાવવામાં આવ્યું હતું, તેનું સ્મરણ કરાવતાં કહ્યું કે ગૌતમી આપની અભિભાવિકા, પોષિકા, ક્ષીરદાયિકા છે. જનનીના મરણ પછી
४. साधु भन्ते, लभेय्य मातुगामो तथागतपवेदित धम्म विनय अनगरिय पव्वज्जति । ___ 'अल गौतमि, मा ते रच्चि मातुगामस्स पव्वज्जाति ।
–સુલવ... પૃ ૨૭૩
१०. अथ खो महापजापती गोतमी केस छेदायेत्वा कासायानि अस्थानि वच्छादेत्वा सम्बहुलाहि साकियानीहि सद्धि येन वेसाली तेन पककाभि ।
-યુલ્લવગ પૂ. ૩૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org