________________
૪૯૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
માટે થઈ શકતું નથી કે ઘટનું અસ્તિત્વ ઘટમાં જ છે, પટ આદિમાં નહીં. એટલે ઘટ અને ઘટના અસ્તિત્વને અભિન્ન માનીને પણ આ નિયમ થઈ શકે નહીં. જે જે અતિરૂપ છે, તે બધું ઘટ જ છે.૫૮ કેવલ અતિ (છે) કહેવાથી જેટલા પદાર્થોમાં અસ્તિત્વ છે, એ બધાને બોધ થશે. એમાં ઘટ અને અઘટ એ બધાને સમાવેશ થશે. ઘટ છે એમ કહેવાથી એટલું જ જાણવા મળશે કે કેવલ ઘટ છે. એનું કારણ એ છે કે ઘટનું અસ્તિત્વ ઘટ સુધી જ સીમિત છે. જેવી રીતે વૃક્ષ કહેવાથી આંબે, જાંબુડી અને લીંબુ વગેરે સર્વ વૃક્ષને બેધ થાય છે, કેમકે તે સર્વમાં સમાનપણે વૃક્ષત્વ છે. પરંતુ આંબે કહેવાથી માત્ર આંબાના વૃક્ષને જ બેધ થશે કેમકે એનું વૃક્ષત્વ એમાં જ સીમિત છે.પ૯ એવી રીતે જાત-અજાત, દશ્ય-અદશ્ય વગેરેની પણ સિદ્ધિ કરી શકાય. એ પ્રમાણે પૃથ્વી, જલ, અગ્નિ, વગેરે પ્રત્યક્ષ દેખાનારાં ભૂતાદિના વિષયમાં સંદેહ થ ન જોઈએ. વાયુ અને આકાશ પ્રત્યક્ષ દેખાતા નથી એટલે એના અંગે સંદેહ થઈ શકે છે. આ સંદેહનું નિવારણ અનુમાનથી થઈ શકે છે.
વાયુ અને આકાશનું અસ્તિત્વ | સ્પર્શ આદિ ગુણેને કઈ ગુણ ચક્કસ હેવે જોઈએ. કેમકે તે ગુણે છે. જેવી રીતે રૂપ ગુણને ગુણ ઘટ છે. સ્પર્શ આદિ ગુણોને જે ગુણ છે તે વાયુ છે. •
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ આ બધાંને કઈને કઈ આધાર હવે જોઈએ કેમકે તે બધા મૂર્તિ છે. જે મૂર્ત હોય છે એને આધાર અવશ્ય હોય છે, જેમકે પાણીને આધારે ઘટ છે. પૃથ્વી આદિને જે આધાર છે તે આકાશ છે.
૫૮. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૨૨–૨૩ ૫૯. વિશેષા. ભાષ્ય ૧૭૨૪ ૬૦. વિશેષા. ભાણ ૧૭૪૯
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org