________________
૪૯
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કરે છે કે “ આ ગજરાજ છે યા પર્વત છે? ” એટલે સર્વ કંઈ શૂન્ય હોવા છતાં પણ સંશય થઈ શકે છે. આ પ્રમાણે કહેવું ઉચિત નથી. જે સ્વપ્નમાં સંદેહ થાય છે. તે પણ પૂર્વાનુભૂત વસ્તુના સ્મરણથી જ થાય છે. એટલે સર્વ વસ્તુઓને સર્વથા અભાવ હોય તે સ્વપ્નમાં પણ સંશય ન થાય. સ્વપ્ન આવવાનું કારણ આ છે (૧) અનુભૂત અર્થ–જેવા કે સ્નાન આદિ (૨) દષ્ટ અર્થ–હાથી, ઘડા વગેરે. (૩) ચિંતિત અર્થ-પ્રિયતમા આદિ (૪) શ્રુતઅર્થ–સ્વર્ગ નરક વગેરે, (૫) પ્રકૃતિ વિકાર-વાત્તપિત્ત આદિ, (૬) અનુકુલ યા પ્રતિકુલ વેદના, (૭) સજલ–પ્રદેશ, (૮) પુણ્ય અને પાપ. એટલે સ્વપ્ન પણ ભાવરૂપ છે. કેમકે ઘટવિજ્ઞાન આદિ તે પણ વિજ્ઞાનરૂપ છે. યા સ્વપ્ન ભાવરૂપ છે. કેમકે તે પણ પોતાના કારણેથી ઉત્પન્ન થાય છે. જેમકે ઘટ આદિ પિતાનાં કારણે વડે ઉત્પન્ન થવાને લીધે ભાવરૂપ છે. ૫૪
શુન્યવાદના મંતવ્યમાં એક દેષ એ પણ છે કે જે સર્વ કાંઈ શૂન્ય છે તે સ્વપ્ન-અસ્વપ્ન, સત્ય-મિથ્યા ગંધર્વનગર–પાટલિપુત્ર, મુખ્ય–ગૌણ, સાધ્ય-સાધન, કાર્ય-કારણ, વક્તા–વચન, ત્રિ-અવયવપંચાવયવ, સ્વપક્ષ-પરપક્ષ આદિના ભેદ પણ ન થઈ શકે. ૧૫
આ પ્રમાણે કહેવું કે બધા વ્યવહાર સાપેક્ષ છે, એટલે કોઈ પદાર્થની સ્વરૂપસિદ્ધિ થઈ શકતી નથી, અનુચિત છે. આપણી સમક્ષ એક પ્રશ્ન છે કે હસ્વદીર્ઘનું જ્ઞાન યુગ૫દ થાય છે કે કમશઃ થાય છે. જે યુગપદ થાય છે તે જે સમયે મધ્યમ આંગળીના વિષયમાં દીર્ઘત્વનો ભાસ થશે. તે વખતે પહેલી આંગળીમાં હસ્વત્વને ભાસ થ, એમ માનવું પડે. આ પ્રમાણેની અવસ્થામાં એવું ન કહી શકાય કે હસ્વત્વ-દીર્ઘત્વ સાપેક્ષ છે. જે હસ્વ-દીર્ઘનું જ્ઞાન ક્રમશઃ થાય છે તે પહેલાં પહેલી આંગળીમાં હસ્વત્વનું જ્ઞાન થાત કે જે ૫૪. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૦૨-૪ ૫૫. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૦૫ થી ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org