________________
૪૯૦
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
અનુપલબ્ધિના બે પ્રકાર આ પ્રમાણે છે. (૧) જે વસ્તુ ખરશંગની જેમ સર્વથા અસત્ છે તે કદી પણ ઉપલબ્ધ થતી નથી. (૨) વસ્તુ સત્ થવા છતાં પણ ખૂબ દૂર, અત્યન્ત સમીપ, અત્યંત સૂક્ષ્મ હાવાથી ઉપલબ્ધ થતી નથી. આત્મા સ્વભાવથી અમૂર્ત છે. અને એની સાથે જે કાર્મણ શરીર છે, તે પરમાણુની જેમ સૂક્ષમ છે, એટલે તે આપણું શરીરમાં પ્રવેશ કરતી વખતે અને બહાર નીકળતી વખતે દેખાતું નથી.૪૯
જ્યારે ભગવાન મહાવીરે વાયુભૂતિના સંશયનું નિવારણ કર્યું, એટલે એણે પિતાના ૫૦૦ શિષ્ય સાથે મહાવીર પાસે દીક્ષા ગ્રહણ
કરી.૫૦
વ્યક્તિનું સંશય-નિવારણ
(શુન્યવાદનું ખંડન) વાયુભૂતિને પિતાના શિષ્ય સહિત દીક્ષિત થએલા સાંભળીને વ્યક્ત પણ પિતાના શિષ્ય સહિત મહાવીર પાસે પહોંચ્યા. ભગવાને એને સંબોધન કરતાં કહ્યું– ક્ત ! તારા મનમાં એ સંશય છે કે ભૂતનું અસ્તિત્વ છે કે નહીં. તેને વેદવાક્યને યથાર્થ અર્થ પરિજ્ઞાત નથી, એટલે જ તને આ પ્રકારની શંકા થઈ છે. હું તને એને સાચે અર્થ બતાવીશ એટલે તારો સંશય નષ્ટ થઈ જશે."
વ્યક્ત ! તારી એવી માન્યતા છે કે પ્રત્યક્ષ દષ્ટિગોચર થનાર એ બધાં ભૂત સ્વપ્નની સમાન છે અને જીવ, પુણ્ય, પાપ આદિ પરોક્ષ પદાર્થ પણ માયા સમાન છે. આ પ્રમાણે આખેય સંસાર યથાર્થમાં શૂન્ય રૂપ છે. તમારું એવું પણ મંતવ્ય છે કે સંસારના ૪૯. વિશેષા. ભાષ્ય ૧૬૮૩ ૫૦. વિશેષા. ભાષ્ય ૧૬૮૬ ૫૧. વિશેષા. ભાણ ૧૬૮૭-૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org