________________
ગણધરોની સાથે દાર્શનિક ચર્ચાઓ
૪૮૯ શરીરની માફક ક્ષણિક છે. તે શરીરની સાથે જ વિનષ્ટ થઈ જાય છે, તો પછી એને શરીરથી ભિન્ન સિદ્ધ કરવાથી શું લાભ છે? આવા પ્રકારની શંકા કરવી ઉચિત નથી. પૂર્વજન્મનું સ્મરણ કરનાર જીવન એના પૂર્વભવનું શરીર વિનષ્ટ થઈ જવા છતાં ક્ષય માની શકાય નહીં. જીવને ક્ષય માનવાથી પૂર્વભવનું સ્મરણ કરનાર કેઈ રહે નહીં. જેવી રીતે બાલ્યઅવસ્થાનું સ્મરણ કરનાર વૃદ્ધના આત્માનો બાલ્યકાળમાં સર્વથા નાશ નથી થઈ જતે, કેમકે તે બાલ્યાવસ્થાનું સ્મરણ કરતા પ્રત્યક્ષ દેખાય છે. એવી રીતે જીવ પણ પૂર્વજન્મનું સ્મરણ કરે છે; તે સિદ્ધ છે. અથવા કેઈ વ્યક્તિ વિદેશયાત્રા માટે ગઈ હોય, તે વ્યક્તિ ત્યાં આગળ પિતાના દેશની વાતેનું સ્મરણ કરે છે, એટલે તેને નષ્ટ ન માની શકાય, એ પ્રમાણે પૂર્વજન્મનું સ્મરણ કરનાર જીવનો પણ સર્વથા નાશ માની શકીએ નહીં.૪૭
જે કેઈએમ તર્ક કરે કે જીવ રૂપ વિજ્ઞાનને ક્ષણિક માનીને વિજ્ઞાન-સંતતિના સામર્થ્યથી સ્મરણને સિદ્ધ કરી શકીએ, તે એનું તાત્પર્ય એ છે કે શરીરને નાશ થઈ જવા છતાં પણ વિજ્ઞાન-સંતતિને વિનાશ થયે નથી. એટલે વિજ્ઞાન–સંતતિ શરીરથી ભિન્ન જ સિદ્ધ થઈ. વિજ્ઞાનનું પૂર્ણ રૂપમાં ક્ષણિક થવું સંભવિત નથી કેમકે પૂર્વોપલબ્ધ વસ્તુનું સ્મરણ થાય છે. જે ક્ષણિક છે. એને ભૂતકાળનું મરણ થતું નથી. એટલે આપણું વિજ્ઞાન સર્વથા ક્ષણિક નથી. ભગવાને ક્ષણિક વાદના અનેક દેશે પ્રતિ સંકેત કરી અંતમાં એ સારાંશ પ્રસ્તુત કર્યો કે જ્ઞાન–સંતતિનું જે સામાન્યરૂપ છે, તે નિત્ય છે, એટલે એને કદી પણ વ્યવચછેદ નથી થતું. એને જ આત્મા કહે છે.
આત્માની અદશ્યતા
આત્મા શરીરથી અલગ છે. તે શરીરમાં પ્રવેશ કરતી વખતે યા બહાર નીકળતી વખતે દેખાતે કેમ નથી ? કોઈ પણ વસ્તુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org