________________
૪૭૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
જીવની અનેકતા જીવને ઉપગ લક્ષણ છે. એના સંસારી અને સિદ્ધ એ મુખ્ય ભેદ છે. સંસારી જીવના ત્રસ અને સ્થાવર એ બે ભેદ છે. ૧૭ - જે લેકેની એ શ્રદ્ધા છે કે આકાશની જેમ જીવની એક જ સત્તા છે, ૧૮ તેઓ વસ્તુતઃ યર્થાથવાદી નથી, નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચ વગેરેના શરીરમાં આકાશની જેમ એક જ આત્મા માનવામાં શું વાંધો છે? તે એને જવાબ એ છે કે આકાશની જેમ બધાં શરીરમાં એક આત્મા હવે સંભવિત નથી. સર્વ જગ્યાએ આકાશનું એક જ લક્ષણ આપણું અનુભવમાં આવે છે, એટલે આકાશ એક છે. પરંતુ જીવ અને આ પ્રમાણે ન કહી શકીએ. પ્રત્યેક શરીરમાં જીવ વિલક્ષણ છે. એટલે બધી જગ્યાએ એને એક જ માની શકીએ નહીં. જીવમાં લક્ષણભેદ હેવાને કારણે તે અનેક છે. જેવા કે વિવિધ ઘડાઓ. જે વસ્તુ અનેક નથી, એમાં લક્ષણભેદ પણ નથી હતે. જેમકે આકાશ. બીજી વાત એ છે કે એક જ જીવ માનવાથી સુખ, દુઃખ, બંધ, મેક્ષ આદિની વ્યવસ્થા પણ થઈ શકતી નથી. એક જ જીવને એકીવખતે સુખી અને દુઃખી થવું, બદ્ધ અને મુક્ત થવું કેઈ પણ રીતે સંભવિત નથી. એટલે અનેક ઈવેની સત્તા માનવી તર્કસંગત છે. ઈન્દ્રભૂતિ ફરી શંકા વ્યક્ત કરતાં કહે છે–જે જીવનું લક્ષણ જ્ઞાન-દર્શન રૂપ ઉપગ છે. અને તે બધા જેમાં વિદ્યમાન છે તો પછી પ્રત્યેક પિંડમાં લક્ષણભેદ કેવી રીતે માની શકાય? આનું સમાધાન કરતાં મહાવીરે કહ્યું-સર્વ જેમાં ઉપગ રૂપ સામાન્ય લક્ષણ વિદ્યમાન હોવા છતાં પણ પ્રત્યેક શરીરમાં જુદા જુદા ઉપગનો અનુભવ થાય છે. જીવનમાં ઉપયોગના અપકર્ષ અને ઉત્કર્ષના તારતમ્યમાં અનેક ભેદ છે. એ કારણે જીવેની સંખ્યા પણ અનંત છે. ૧૯ ૧૭. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૮૦ ૧૮. બ્રહ્મબિન્દુ ઉપનિષદ ૧૧ ૧૯. વિશેષા ભાષ્ય ગા. ૧૫૮૧-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org