________________
લાટ પ્રદેશમાં
૪૩૩.
વિદેહ–સાધના
ભગવાન મહાવીરની સાધના અત્યંત ઉગ્રપણે ચાલી રહી હતી. શિયાળાની ધ્રુજાવતી ઠંડી લહેરે, ઉનાળાની આગ ઝરતી ગરમ લુ અને વર્ષાકાલની તેફાની ઝડી, એમને કદી સાધનામાં વિચલિત કરી શકી નહીં. - દીક્ષા વખતે મહાવીરના શરીર પર ગશીર્ષ ચંદન વગેરેનું ખૂબ સુગંધિત ઉબટન, વિલેપન વગેરે કરવામાં આવ્યું હતું. આ વિલેપનની મીઠી સુગંધ કેટલાક મહિના સુધી એમના શરીર પર મહેકતી રહી હતી. સાધારણ માનવ માટે આ પ્રકારની સુગંધ આહલાદનું કારણ બને છે, ત્યારે મહાવીર માટે તે અત્યંત વ્યાસ અને અને પીડાનું કારણ બની જાય છે.
મહાવીર જ્યારે જંગલમાં ઊભા રહીને ધ્યાન કરતા તે વખતે એમના દેહમાંથી મધુર સુગંધ હવાની સાથે ફેલાઈ વાતાવરણને એ સુવાસિત બનાવી દેતી હતી. આ મધુર સૌરભથી આકૃષ્ટ થઈને ભમરા એમના શરીર પર આવીને ચૂંટી જતા, જાણે કે ફૂલે સાથે લપટાઈ ન જતા હોય. મધુર રસ ખેંચી લેવા માટે તેઓ તીવ્ર ડંખ મારતા, માંસને ખેંચી લેતા અને લેહી પીતા રહેતા હતા. આ પીડા ભગવાન અત્યંત સમતાથી સહન કરતા હતા. દેહની પીડા અને ત્રાસથી મુક્ત રહીને આત્મ–સ્વરૂપમાં લીન રહેતા. દેહ હેવા છતાં તે વિદેહ હતા.
લાટ પ્રદેશમાં
સાધના કાલમાં કેટલાક સમય પછી ભગવાન મહાવીરે કર્મોની વિશેષ નિર્જરા માટે લાઢ પ્રદેશ (પ્રાયઃ બંગાલનો ગંગાના પશ્ચિમ
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org