________________
४२६
ભગવાન મહાવીર : એક અનુશીલન સંગમે આ જોયું-છ મહિનામાં જે પાંપણ કદી બાષ્પાર્ટ નહોતી દઈ, તે આજ સહસા કેવી રીતે છલકાઈ ગઈ. લાગે છે કે કેઈ ગુપ્ત પીડા હોવી જોઈએ.
“ભગવાન ! આ શું? કઈ કષ્ટ છે?” સંગમે પ્રભુને પૂછયું. હા ! સંગમ! કષ્ટ છે, ઘણું મોટુ કષ્ટ.”
પ્રભુ! કહેને! એવી શું પીડા છે, જેનું દૈવી શક્તિથી શમન નથી કરી શકાતું? હું આપને માટે આકાશ-પાતાળ એક કરી શકું છું', સંગમનો અહંકાર ફરીથી જાગી ઊઠયે.
સંગમ! તેં જે દુઃખ આપ્યું, ઉપદ્રની ભૂહ રચના કરી હતી, એનાથી મારા આત્માનું કિંચિત્ માત્ર અહિત થયું નથી. શું કદી સુવર્ણ અગ્નિમાં પડવાથી કાળું પડી જાય છે? નહીં, એ તે અધિકાધિક ચમકે છે. હાં, તે આ કણ તે કંઈ બીજું જ છે.”
તે કયું છે?”
“તે એ છે કે તે અજ્ઞાન દશામાં મને કષ્ટ આપ્યું છે. વિવિધ પ્રકારનાં દુવિકલપ, અધમ ચરણ અને રૌદ્ર ભાવથી તારા એ અધકારપૂર્ણ ભવિષ્ય પર દષ્ટિ કરું છું, તે ધ્રુજી ઊઠું છું, મારું હૃદય દ્રવિત થઈ જાય છે. એક અબુધ જીવ મારા નિમિત્ત દુષ્ટકર્મ બાંધીને કેટલું કષ્ટ ભેગવશે, કેટલું દારુણ દુઃખ પામશે, જે શ્રમણના નિમિત્તે અગણિત પ્રાણુઓ કર્મમુક્ત બનશે તે જ હું તારે માટે કર્મબંધનનો નિમિત્ત બની ગયા. એ વિચારોથી મારી પાંપણે બાષ્પાદ્ધિ થઈ ગઈ છે.”
સંગમને અધકાર ગળીને નષ્ટ થઈ ગયું. તે પ્રભુની મહાનતાને પાર પામી શક્યો નહીં.
સંગમ સ્વર્ગમાં ગયે. પણ એના ભયંકર દુષ્કૃત્યને લીધે ઈન્દ્ર એના પર ખૂબ ગુસ્સે થયે. એનો તિરસ્કાર કરી એને દેવલોકમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org