________________
સંગમને ઉપસર્ગ
૪૨૫
પધારે. હું કઈ પણ પ્રકારનું વિદન–બાધાઓ ઉપસ્થિત કરીશ નહીં. ૧૦
છમાસ સુધી મેં આપને અનેક કષ્ટ આપ્યાં છે. જેને કારણે આપ સુખપૂર્વક સંયમ-સાધના કરી શક્યા નહીં. હવે આનંદ સહ સાધના કરે. હું જઈ રહ્યો છું. અન્ય દેવને પણ હું રોકીશ. તેઓ આપને કેઈ પણ જાતનું કષ્ટ આપશે નહીં.
સંગમના કથન પર ભગવાને પૂર્વ પ્રસન્નતાની જ સાથે કહ્યું, હું કોઈની પ્રેરણાથી પ્રેરિત થઈને કે કોઈના કથનને સંકલપમાં રાખી તપ કરતો નથી. મને કેઈના આશ્વાસન વચનની અપેક્ષા નથી.”
વસ વિકટ ઉપસર્ગો પછી છ મહિના ક્યાં કયાં ફર્યા એનું વર્ણન મહાવીર ચરિયમાં (નેમિચન્દ્ર અને ગુણચન્દ્ર) તથા ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, અને ચઉપન્ન મહાપુરુષ ચરિયમાં પ્રાપ્ત થતું નથી. આ ગ્રંથમાં વીસ ઉપસર્ગોનું વર્ણન કાવ્યાત્મક રૂપમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. નિયુક્ત, ચુણિ અને વૃત્તિમાં આવેલાં વર્ણન પછીના ગ્રંથકારોએ કેમ આપ્યાં નથી એ એક વિચારણીય પ્રશ્ન છે.
કેટલાક આધુનિક લેખકે એ એક નવીન કલ્પના કરી છે કે જ્યારે સંગમ જવા લાગે ત્યારે મહાશ્રમણની આંખની પાંપણ કંઈ ભીની થઈ ગઈ. ઘર સંકટ અને ઉપદ્રવથી દ્રવિત ન થનાર વજ સમાન કોર હૃદય સહસા દ્રવિત થઈ ગયું.
૧૦. (ક) તાહે હું મારો, ન તીતિ થાજે તિ, રો વિ
छम्मासेहि ण चलिओ, अस दोहेणावि कालेज ण सक्को चालेउ, ता पादेसुहे पडितो भणति सच्च सूच्च जसको भणति, सव्व खामेमि। भगवं अहं भग्गपइन्नो, तुज्झे समत्तपन्ना ।
-આવ. ચૂર્ણિ ૨૧૪ (ખ) આવ. મલય. વૃત્તિ ૨૯૨. (ગ) આવ. હારિભદ્રીયા ૨૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org