________________
૪૧૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભગવાનને શિષ્ય બન્યું હતું, પછી પ્રતિસ્પર્ધી અને એક વિદ્રોહી બન્ય. આજીવક મતને આચાર્ય બનીને એણે પિતાને તીર્થકર તરીકે જાહેર કર્યો હતે.
વાસ્તવમાં ગોશાલક કેણ હતું અને એને અને આજીવક મતને એ યુગમાં શે પ્રભાવ હતો, એ અગે અત્રે સંક્ષેપમાં વિચાર કરવામાં આવે છે. જેથી ગોશાલ અગે કોઈ ચોક્કસ અનુમાન કરી શકાય.
ભગવતી સૂત્રનાં પંદરમા શતકમાં ગોશાલક અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. એ આખી ચર્ચા અત્રે આવશ્યક નથી. આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણિ, મહાવીરચરિયું અને ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રમાં જે પ્રસંગે પ્રાપ્ત થાય છે તે અન્ને ટૂંકમાં રજૂ કર્યા છે.
ગોશાલકનાં નામ અને કામ અંગે ભિન્ન ભિન્ન વ્યાખ્યા પ્રાપ્ત થાય છે. ભગવતી, ઉષાસક શાંગ વગેરે આગમમાં સારું મં૪િ પૂતે આ શબ્દને પ્રવેગ થયેલું છે. ગોશાલક મંખ કર્મ કરનાર સંખલિ નામની વ્યક્તિને પુત્ર હતો. મંખ શબ્દનો અર્થ કોઈ જગ્યાએ ચિત્રકાર અને કઈ જગ્યાએ ચિત્રવિકેતા કરવામાં આવે છે. નવાંગી ટીકાકાર અભયદેવ લખે છે–વિ તથા–જે ચિત્રપટ હાથમાં રાખી પિતાની આજીવિકા ચલાવતા હોય છે. આ અર્થ અમારી દષ્ટિએ સુસંગત છે. મખ એક જાતિ હતી. એ જાતિના લેકે શિવ કે કેઈ દેવનું ચિત્રપટ્ટ હાથમાં લઈને પિતાની આજીવિકા ચલાવતા હતા. જેમકે, આજ પણ ડાકૌત જાતિના લોકે “શનિ દેવની મૂર્તિ યા ચિત્ર પિતાની પાસે રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે.
બૌદ્ધ સાહિત્યમાં પણ આજીવક નેતાને “મકખલિ ગશાલ કહેવામાં આવે છે. “મકખલિ” નામ કેમ પડયું તે અંગે બૌદ્ધસાહિત્યમાં એક કથા છે. શાલક એક દાસ હતું. એક વખતે તે પિતાના સ્વામીની આગળ તેલથી ભરેલે ઘડે ઊંચકીને ચાલ્યા જતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org