________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
ઘટના પ્રસિદ્ધ છે, એ પ્રમાણે મૌદ્ધ–સાહિત્ય (વિનયપિટક મહાવર્ગ)માં ચંડનાગ–વિજયને ઉલ્લેખ છે. ન્યૂનાધિક રૂપાંતર થવા છતાં બન્ને ઘટનાઓમાં અત્યધિક સમાનતા છે. બુદ્ધના જીનવનની એ ઘટના આ પ્રમાણે છે. તથાગત બુદ્ધ એકવાર કાશ્યપ જટિલના આશ્રમમાં જઈ પહોંચ્યા અને એમને કહ્યું-તમને જો કોઈ અગવડ ન હોય તે હું તમારી અગ્નિશાળામાં નિવાસ કરવા ચાહું છું.
ઉરુવેલ કાશ્યપે નમ્રતાથી નિવેદન કરતાં જણાવ્યું–મહાશ્રમણ ! આપના નિવાસથી મને કોઈ જાતની અગવડ નહીં પડે, પણ ત્યાં અત્યંત ચંડ અને દિવ્ય શક્તિધર આશીવિષ નાગરાજ રહે છે. જે કાંક આપને કરડી ન બેસે.
૩૯૮
બુદ્ધે આત્મવિશ્વાસ સાથે કહ્યું-કાશ્યપ, તે નાગ મને હાનિ નહીં પહાંચાડે, તું મને અગ્નિશાળામાં રહેવાની રજા આપ. બુદ્ધે પેાતાની વાત અનેકવાર દાહરાવી.
ઉરુવેલે સ્વીકૃતિ આપી, બુદ્ધે પેાતાનું આસન બિછાવ્યું. સ્મૃતિને સ્થિર કરીને તે ત્યાં બેસી ગયા. નાગરાજે બુદ્ધને જોયા. ક્રોધથી ધૂંઆપૂંઆ થઈ ગયા. બુદ્ધે પેાતાના ચાગબલથી નાગરાજનાં ચર્મ, માંસ, નસ, અસ્થિર મજ્જાને કાઈ પણ પ્રકારની ક્ષતિ પહેાંચાડયા વિના એનું બધું તેજ ખેંચી લીધું. સવારમાં એને પાત્રમાં રાખી ઉરુવેલ કાશ્યપને બતાવતાં કહ્યું, હવે આ નિર્વિષ છે, કાઇને હાનિ પહેાંચાડશે નહીં. ૭૧
આ પ્રમાણે મહાવીરે ચંડકૌશિકના ઉદ્ધાર કર્યા તે મુદ્દે ચંડનાગ પર વિજય મેળવ્યેા હતેા. ઘટનાની સમાનતા હોવા છતાં વિજ યની પ્રક્રિયા અને ઉપદેશની શૈલીમાં ઘણું એવું અતર છે.
નાગ અને મહાપુરુષ
ભારતીય સાહિત્યમાં નાગના સબંધ અનેક મહાપુરુષના જીવન સાથે સંકળાયેલા છે. વૈદિક પરંપરામાં ત્રણ દેવાની કલ્પના છે. બ્રહ્મા નાગની ૭૧. વિનયયિટક, મહાવર્ગી, મહાખધક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org