________________
ભગવાન મહાવીર એક અનુશીલન
ધમ અને દર્શનનું ક્ષેત્ર
પાશ્ચાત્ય વિચારકોની દષ્ટિએ ધર્મ અને દર્શનનો વિષય સમગ્ર વિશ્વ છે. દર્શન માનવની અનુભૂતિઓની તર્કપૂર્ણ વ્યાખ્યા કરી સમગ્ર વિશ્વના આધારભૂત સિદ્ધાંતની અન્વેષણ કરે છે. ધર્મ પણ આધ્યાત્મિક મૂલ્ય દ્વારા સમગ્ર વિશ્વનું વિવેચન કરવાનો પ્રયાસ કરે છે. ધર્મ અને દર્શનમાં બીજી સમતા એ છે કે તે માનવીય જ્ઞાનની એગ્યતામાં, યથાર્થતામાં તથા પરમ તત્વમાં વિશ્વાસ વ્યક્ત કરે છે. દર્શનમાં મેધાની પ્રધાનતા છે, તે ધર્મમાં શ્રદ્ધાની. દર્શન બૌદ્ધિક આભાસ છે, તે ધર્મ આધ્યાત્મિક વિકાસ છે. દર્શન સિદ્ધાંતને પ્રધાનતા આપે છે, તે ધર્મ વ્યવહારને.
આજકાલ એ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવે છે કે ધર્મ અને દર્શનને જન્મ ક્યારે થયે? આ પ્રશ્નના ઉત્તરમાં સંક્ષિપ્તમાં એટલું લખવું પર્યાપ્ત છે કે વર્તમાન ઐતિહાસિક દૃષ્ટિથી એના આદિઆરંભની શેધ કરવી મુશ્કેલ છે. એના માટે આપણે પ્રાગૈતિહાસિક કાલમાં જવું પડે. જેની ચર્ચા અમે આગળ પર કરીશું. પરંતુ અત્રે એ યાદ રાખવું જોઈએ કે દર્શનના અભાવમાં ધર્મ અપૂર્ણ છે, અને ધર્મના અભાવમાં દર્શન પણ અપૂર્ણ છે. માનવ જીવનને સુંદર, સ-રસ અને મધુર બનાવવા અર્થે આ બે તત્ત્વોની જીવનમાં અત્યંત આવશ્યકતા છે.
આધુનિક મનીષાને એક બીજો પ્રશ્ન પણ વિવાદાસ્પદ રહ્યો છે કે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે પરસ્પર કેવો સંબંધ છે? અત્રે આ અંગે વિસ્તારથી વિવેચન કરવાને અવકાશ નથી પણ સંક્ષેપમાં એટલું કહેવું આવશ્યક છે કે ધર્મનો સંબધ મુખ્યતઃ આંતરિક જીવન સાથે છે, જ્યારે વિજ્ઞાનને સંબંધ બાહ્ય જગત (પ્રકૃતિ) સાથે છે. ધર્મનું પ્રધાન લક્ષ્ય મુક્તિની સાધના છે જ્યારે વિજ્ઞાનનું મુખ્ય લક્ષ્ય છે પ્રકૃતિનું અનુસંધાન. વિજ્ઞાનમાં સત્યનું તે પ્રઘાન્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org