________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
પાશ્ચાત્ય ચિંતકોએ ધર્મ માટે “રિલીજન અને દર્શન માટે ફિલસફી” શબ્દ પ્રચે છે. પરંતુ ધર્મ અને દર્શન શબ્દોમાં જે ગાંભીર્ય અને વ્યાપકતા છે તે રિલીજન” અને “ફિલોસોફી' શબ્દથી વ્યકત થતાં નથી. ભારતીય વિચારકોએ ધર્મ અને દર્શનને પૃથક પૃથફ તરીકે સ્વીકાર્યા નથી. જે ધર્મ છે તે દર્શન પણ છે. દર્શન તર્ક પર આધારિત છે, તે ધર્મ શ્રદ્ધા પર. તે પરસ્પર બાધક નહીં સાધક છે. વેદાંતમાં જે પૂર્વમીમાંસા છે તે ધર્મ છે અને ઉત્તરમીમાંસા છે તે દર્શન છે. ગ આચાર છે તે સાંખ્ય વિચાર છે. બૌદ્ધ પરંપરામાં હીનયાન દર્શન છે તે મહાયાન ધર્મ છે. જૈન ધર્મમાં મુખ્યતઃ બે તો છે–એક અહિંસા અને બીજું અનેકાંત. અહિંસા ધર્મ છે અને અનેકાન્ત દર્શન છે. આ પ્રમાણે દર્શન ધર્મ છે અને ધર્મ દર્શન છે. વિચારમાં આચાર અને આચારમાં વિચાર એ ભારતીય ચિંતનની વિશેષતા છે.
ગ્રીક અને યુરોપમાં ધર્મ અને દર્શન પરસ્પરના સહાકારમાં નહીં પણ પરસ્પરના વિરોધમાં ઉપસ્થિત છે. જેના ફલસ્વરૂપ જીવનમાં જે આનંદની અનુભૂતિ થવી જોઈએ તે થતી નથી.
પાશ્ચાત્ય વિચારકોએ ધર્મમાં બુદ્ધિ, ભાવના અને ક્રિયા એ ત્રણ તને સમાવેશ કર્યો છે. બુદ્ધિથી તાત્પર્ય છે જ્ઞાન, ભાવનાને અર્થ
છે શ્રદ્ધા અને ક્રિયાને અર્થ છે આચાર. જૈન દષ્ટિએ સમ્યક્ શ્રદ્ધા સભ્ય જ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ ત્રણેને ધર્મમાં સમાવેશ થાય છે.
હેગેલ” અને “મિકસમૂલરે ધર્મની જે પરિભાષા આપી છે એમાં જ્ઞાનાત્મક અંશ પર ભાર મૂક્યો છે. અને અન્ય બે અંશેની ઉપેક્ષા કરી છે. માટે ધર્મની જે પરિભાષા આપી છે એમાં જ્ઞાનાત્મક સાથે ક્રિયાત્મક અંશ પર પણ લક્ષ્ય આપ્યું છે. પણ ભાવાત્મક અંશની એણે પણ ઉપેક્ષા કરી છે. પરંતુ માટિન્યૂએ ધર્મની જે પરિભાષા પ્રસ્તુત કરી છે એમાં વિશ્વાસ, વિચાર અને આચાર એ ત્રણેને મધુર સમન્વય છે. અન્ય શબ્દોમાં કહીએ તે ભકિત, જ્ઞાન અને કર્મ એ ત્રણેનો એણે પિતાની પરિભાષામાં સમાવેશ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org