________________
૩૭૮
ભગવાન મહાવીર : એક અનુશીલન કેમ રાખે છે? દુષ્ટને દંડ દેવાનું આપનું કર્તવ્ય છે, તે પણ કર્તવ્યવિમુખ કેમ થઈ રહ્યા છે?”૩૩ આ પ્રમાણે સૂચન કરી કુલપતિ પિતાના
સ્થાને પાછા ચાલ્યા આવ્યા. ન મહાવીરે કુલપતિની વાત સાંભળી, પણ ધ્યાનસ્થ હોવાથી એમણે કાંઈ પણ ઉત્તર આપે નહીં. તેઓ વિચારવા લાગ્યા – “ઘર પરિવારનો ત્યાગ કરનાર સાધક પણ ઝૂંપડીની મમતામાં ફસાઈ રહ્યો છે? ઝૂંપડીની રક્ષા માટે તે સાધનાને પણ ભૂલી જાય છે. ધ્યાન, સમાધિ અને સાધના ઉપર ઝૂંપડીએ પિતાનું પ્રભુત્વ જમાવી દીધું છે. ઝૂંપડી મમતા અને અહંકારનું પ્રતીક છે. હું મારા ઘરને ત્યાગ કરીને આવ્યું છું સાધના કરવા માટે, હવે જે પરાઈ ઝૂંપડીમાં ફસાઈ સાધનાને ભૂલી જાઉં? એમ બની શકે નહીં. મારે સાધનાદીપ તે વૃક્ષની નીચે, ગુફામાં, ખંડેરમાં ગમે ત્યાં ઝળહળી શકે છે.”
મહાશ્રમણ ચિંતનના ઊંડાણમાં ઊતરી ગયા, “હું ઝૂંપડીની રક્ષા કરી શકતો નથી અને ઝૂંપડી પર પશુઓ માઠું લગાવે છે. જેનાથી કુલપતિ અને અન્ય તાપસગણ ઉદ્વિગ્ન થાય છે. મારી સમાધિ એમની અસમાધિનું કારણ બને છે. તે મારે માટે ઉચિત નથી.” મહાશ્રમણે કુલપતિની અનુમતિ લઈ પરમ સદ્દભાવ સાથે વર્ષાકાલના પંદર દિવસ વ્યતીત થવાની સાથે એમણે ત્યાંથી વિહાર કર્યો. ૩૪
મહાવીરની પ્રતિજ્ઞાઓ આ વખતે મહાવીરે પાંચ પ્રતિજ્ઞા લીધી, જે આ પ્રમાણે છે : ૩૩. (ક) ઉમરવર | સ૩ળ વ તાવ રેડૂઃ |
–આવશ્યક ચૂણિ ૨૭૧ (ખ) મહાવીર ચરિયું–૫, ૧ થી ૮; પૃ. ૧૪૮ ૩૪. (ક) મવાનું મર્દુમાસ સ્થિવી તે પછી મયિકામ !
–આવ. મલ. વૃત્તિ. ૨૬૮ (ખ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org