________________
૩૩૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલને
કરીએ તે જ્ઞાત થશે કે આચારાંગના દ્વિતીય શ્રતસ્કન્દમાં ભગવાન મહાવીરની જન્મકાલીન સ્થિતિનું જ્યોતિષની દૃષ્ટિથી આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. ગ્રીષ્મ ઋતુમાં પ્રથમ માસ, બીજે પક્ષચિત્ર સુદી તેરસે હસ્તત્તરા અર્થાત્ ઉત્તરાફાગુની નક્ષત્રને ચુંગ થવાના સમયે શ્રમણ ભગવાન મહાવીરને જન્મ થયો.
- આ ઉલ્લેખથી એ સ્પષ્ટ થતું નથી કે આ વખતે હાલમાં પ્રચલિત રાશિઓનું પ્રચલન થઈ ગયું હતું અને ન તો એ સ્પષ્ટ થાય છે કે જન્મ સમયે કયું લગ્ન હતું. કેમકે જન્મનો સમય બતાવવામાં આવ્યું નથી. આ ઉલ્લેખથી એટલું જ ચક્કસ જાણવા મળે છે કે જન્મ સમયે ચન્દ્રમાં કન્યા રાશિમાં અને સંભવ છે કે સૂર્ય મેષ રાશિમાં આવી ગયું હશે.
અહીં નોંધવું જોઈએ કે અંગ, ઉપાંગ અને મૂલ સૂત્રોમાં જ્યાં પણ અન્ય જાતિષ અંગે ચર્ચા છે, ત્યાં પણ હાલમાં પ્રચલિત પંચાંગનાં પાંચ અંગોમાંથી કેવલ તિથિ, નક્ષત્ર અને કરણે આ ત્રણ અંગોની ચર્ચા કરવામાં આવી છે. સૂર્ય અને બાહસ્પત્ય સંવત્સરના મહિનાઓને ઉલ્લેખ છે, ત્યાં પણ રાશિઓ અંગે કોઈ પણ ચર્ચા મળતી નથી એ માટે પણ શ્રાવણ વગેરે ચાન્દ્ર માસનાં નામ આપવામાં આવ્યાં છે. જ્યાં બાહસ્પત્ય અને શનૈશ્ચર સંવત્સરની પરિભાષા આપવામાં આવી છે ત્યાં પણ સંપૂર્ણ નક્ષત્ર મંડલની સાથે વેગ કરવાનો ઉલ્લેખ કર્યો છે, પણ સમગ્ર રાશિ મંડલને નહીં. એનાથી એ સ્પષ્ટ થાય છે કે એ વખતે મેષ વગેરે રાશિઓને પ્રચાર ન હતું, જે હેત તે આંશિક રૂપમાં પણ કંઈ ને કંઈ ઉલ્લેખ અવશ્ય થ હોત.
આચારાંગ પછી કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના જન્મ અંગે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, ત્યાં આચારાંગથી બે વિગતે વધુ મળે છે. ૧ આચારાંગ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org