________________
નામકરણઃ એક વિશ્લેષણ
૩રં૭ મહાવીર જ્ઞાતપુત્ર નહીં પણ નાગપુત્ર હતા.૯૫
ઈતિહાસનાં પૃષ્ઠોમાં નાગવંશ અત્યધિક પ્રસિદ્ધ રહ્યું છે, જેની ચર્ચા અને પૂર્વે કરી ગયા છીએ. સંભવ છે કે આ કારણથી જ મુનિશ્રી નથમલજીએ ભગવાનને નાગપુત્ર માન્યા લાગે છે. એમણે જે તથ્ય આપ્યું છે, તેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. પણ સર્વથા એને સ્વીકાર પણ કરી શકીએ નહીં.
જૈન આગમ સાહિત્યમાં ઉદ્ભટ વિદ્વાન પંડિત બેચરદાસજી મુનિશ્રી નથમલની વિચારધારા સાથે સહમત નથી, તેઓ લખે છેએક જૈન મુનિએ “નાયપુત્રીનું સંસ્કૃત રૂપાંતર “નાગપુત્ર” કરીને શ્રમણ ભગવાન મહાવીરને નાગવંશી પ્રમાણિત કરવાનો પ્રયત્ન કર્યો છે, આ પ્રયત્ન જૈન અને બૌદ્ધ સાહિત્ય તથા ઐતિહાસિક પરં. પરાની દષ્ટિએ સર્વથા અસંગત છે. જ્યારે બૌદ્ધત્રિપિટક ગ્રંથના મૂળમાં “ઉઘતી નિટો નાતપુરો 'ના રૂપમાં અનેક વાર ભગવાન મહાવીરને માટે “નાતપુત્ત” શબ્દનો પ્રયોગ થયેલ છે. અને તે સાક્ષી રૂપમાં આજ પણ પાલીત્રિપિટકમાં ઉપલબ્ધ છે. ત્યારે પ્રાકૃત જૈનાગમોમાં પ્રયુક્ત નાયપુત્રનું સંસ્કૃતરૂપ “નાગપુત્ર” સમજવું અને ભગવાન મહાવીરને ઈતિહાસ પ્રસિદ્ધ જ્ઞાતૃવંશની સાથે સંબંધિત ન માનીને એને નાગવંશ સાથે સંબંધ જોડવે, એ સ્પષ્ટપણે નિરાધાર ક૯પના સિવાય શું છે ? આચાર્ય હરિભદ્ર અને આચાર્ય હેમચંદ્ર આદિ પ્રાચીન બહુશ્રત આચાર્યોએ પણ નાયપુત્રનું જ્ઞાતપુત્ર જ સંસ્કૃતરૂપ જણાવ્યું છે અને અનેક સ્થાન પર એમનો “જ્ઞાતનંદન'ના રૂપમાં ઉલ્લેખ કર્યો છે. એવી સ્થિતિમાં વ્યર્થ જ નિરાધાર અને બ્રાંત કલ્પનાઓના આધાર પર આપણે આપણા પ્રાચીન ઉલ્લેખે અને માન્યતાઓને એકાએક કેવી રીતે અસત્ય કહી શકીએ. ૯૫ અતીતકા અનાવરણ પૃ. ૧૩૧-૧૪૩ ૯૬ ગુરુદેવ શ્રી રત્નમુનિ સ્મૃતિગ્રંથ પુ. ૧૦૧ જૈન અંગ સૂત્રો કે વિશેષ
વિચારણીય કુછ શબ્દ અને પ્રસંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org