________________
નામકરણ : એક વિશ્લેષણ
૩૨૫ સૂત્રની વૃત્તિમાં “નાયરને મુખ્ય અર્થ નાગવંશી અને ગૌણ રૂપમાં જ્ઞાતવંશી કર્યો છે.૮૫ - ભગવતીમાં વૈશાલી ગણ રાજ્યમાં પ્રમુખ ચેટક અને અજાતશત્રુ કેણિકના યુદ્ધમાં વરુણને ઉલ્લેખ છે. “નાગનત્તએ એનું વિશેષણ છે, (નએનખૂક–પૌત્ર યા દૌહિત્ર) આ વરુણ નાગને પૌત્ર કે દૌહિત્ર હતો. વિષ્ણુપુરાણના અભિપ્રાય મુજબ નવ નાગવંશી રાજા પદ્માવતી, કાન્તિપુરી અને મથુરામાં રાજ્ય કરતા હતા. રાજસ્થાનમાં નાગ લેકેનું શાસન હતું.
નાગો અને કૌરવોમાં પરસ્પર સંઘર્ષ પણ ચાલતું હતું. તક્ષ નામના નાગે પરીક્ષિતને મારી નાખ્યું હતું. જનમેજયે એનો બદલે લીધે. એણે નાગોને તક્ષશિલાથી દૂર કર્યા અને સળગતી આગમાં નાંખી દીધા. આ પ્રમાણે નાગકુલને ઈતિહાસ પ્રાચીન છે. તે ભારતના ઉત્તર અને દક્ષિણ બને ભાગમાં મળે છે. નેપાળના ઈતિહાસમાં નાગ રાજાઓને ઉલેખ છે.”
શ્રેણિક બિંબિસારને હર્યક વંશ હતે. નાગ જાતિની જ એક શાખા હર્ધક વંશ છે. બાહદ્રથ વંશ પછી મગધમાં નાગેની સત્તા સ્થપાઈ હતી. એ એક ઐતિહાસિક તથ્ય છે. મગધમાં નાગોની સત્તા સ્થપાઈ તે પહેલાં કાશીમાં નાગેની સત્તા સ્થપાઈ ગઈ હતી.૯૧
નાગવંશની ઉત્પત્તિ ઈવાકુ વંશથી થઈ છે. ૧૨ નાગ આર્ય–પૂર્વ ८५ क्वचित् पठ्यते-इक्खागा नाया कोरव्वा-त्रायति नागवंश्या वा ।
–ઔપપાતિક પત્ર ૧૧૦ ૮૬ ભગવતી ૭,૯ ૮૭ વિષ્ણુપુરાણ ૪,૨૪,૬૩ ૮૮ રાજપુતાને કા ઇતિહાસ પ્રથમ ભાગ પૃ, ૨૩૦-૨૩૨ ૮૯ ભારતીય ઇતિહાસકી રૂપરેખા પુ. પર૩ ૯૦ ધી હિસ્ટ્રી ઓફ-નેપાલ પૃ. ૭૦-૭૪ ૯૧ અતીત કા અનાવરણ પૃ. ૧૩૪ ૯૨ ભગવાન પાર્શ્વનાથ ભાગ ૧ ૫. પર૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org