________________
ત્રિશલાના ગર્ભમાં
૨૯૧ શૈશવ સમાપ્ત કરીને તે પરિપકવ જ્ઞાનવાળે થશે. તે જ્યારે યૌવનમાં પ્રવિષ્ટ થશે, ત્યારે દાનવીર, પરાક્રમી અને ચારે દિશાઓના અધિશાસ્તા, ચક્રવર્તી, યા ચાર ગતિને અંત આણનાર ધર્મચકવર્તી તીર્થકર થશે.
જુઓ આ ચૌદ મહાસ્વમોનું જુદું જુદું તાત્પર્ય આ પ્રમાણે છે. ૧૩ (તીર્થંકર પક્ષમાં)
(૧) ચાર દાંતવાળે હાથી જેવાને કારણે તે ચાર પ્રકારના ધર્મ(શ્રમણ, શ્રમણું, શ્રાવક, શ્રાવિકા રૂપ)ને કહેનારે થશે.
(૨) વૃષભ જેવાને લીધે ભરત-ક્ષેત્રમાં બોધિબીજ વાવશે.
(૩) સિંહ જેવાને કારણે કામદેવ વગેરે વિકારરૂપ ઉન્મત્ત હાથીઓનો નાશ કરી ભવ્ય-જીવ રૂપ વનનું સંરક્ષણ કરશે.
(૪) લક્ષમીને જોવાને કારણે વાર્ષિક દાન આપી તીર્થંકર પદના અપાર એશ્વર્યને ઉપભેગ કરશે.
(૫) માળા જેવાને કારણે ત્રણ ભુવનમાં મસ્તક પર ધારણ કરવા ગ્ય અર્થાત્ ત્રિલોક પૂજ્ય થશે.
(૬) ચન્દ્ર જેવાને લીધે ભવ્ય-જીવ રૂપ ચન્દ્રવિકાસી કમળને વિકસાવનાર થશે અથવા ચન્દ્રમાં સમાન શાન્તિદાયી ક્ષમાધર્મને ઉપદેશ આપશે.
(૭) સૂર્ય જેવાને કારણે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરીને જ્ઞાનને પ્રકાશ ફેલાવશે.
(૮) ધ્વજ-દર્શનને એ અર્થ છે કે ધર્મ-રૂપ ધજા વિશ્વની ક્ષિતિજ પર ફરકાવશે યા જ્ઞાતુ-કુલમાં ધજારૂપ થશે.
(૯) કલશ જેવાને કારણે કુળયા ધર્મરૂપી પ્રાસાદના શિખર પર તે સુવર્ણ–કલશરૂપ બનશે. ૧૩ કલ્પસૂત્ર-વિવેચન, દેવન્દ્ર મુનિ પૂ. ૧૧૩-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org