________________
૨૫૨
ભગવાન મહાવીર : એક અનુશીલન
ચન્દ્રના મહાવીર ચરિયંમાં તથા ચઉપન્ન મહાપરિસ ચરિયામાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે આ ભવમાં સમ્યકત્વરૂપી રત્ન વિનષ્ટ થઈ ગયું હતું.
ઉત્તરપુરાણમાં ત્રિપુષ્ટની જે કથા આપવામાં આવી છે એમાં આ અગે કેઈ સૂચન નથી. પણ જ્યારે તે આગળના ભાવમાં સિંહ બને છે, ત્યારે તે શિકાર કરી હરણને ખાતે હોય છે, તે વખતે એક ચારણ મુનિ ત્યાં આવી એને ઉધન કરતાં કહે છે કેત્રિપૃષ્ઠના ભવમાં તે અત્યંત વિષયવાસનાનું સેવન કર્યું, તેમ છતાં તને તૃપ્તિ થઈ નહીં અને સમ્યગ દર્શન તથા પાંચ વ્રત રહિત થવાને કારણે સાતમા નરકમાં પ્રવેશ્યો. ૨૧ આ ઉધન સાંભળીને સિંહ પ્રતિબંધ પામે.
આચાર્ય હેમચન્દ્ર સમ્યક્ત્વના લોપ અગે કેઈ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ હિંસા, અવિરત અને મહારંભી તથા મહાપરિગ્રહી હોવાને કારણે તે સાતમા નરકમાં ગયો, એટલે ઉલ્લેખ તે કર્યો છે. ૨૨ એનું કારણ અમારી દષ્ટિએ એ હોઈ શકે કે જૈન પરંપરામાં મહારંભી અને મહાપરિગ્રહી વ્યક્તિ એ થાય છે કે જે મિથ્યાત્વી હોય. એટલા માટે આચાર્ય હેમચન્દ્રને સમ્પત્વના લેપની વાત બહુ મહત્ત્વની ન લાગી હોય.
ઉત્તરપુરાણમાં પ્રસ્તુત કથાના વર્ણનમાં વાસુદેવનાં રત્નોને પણ १८ परिगलिय सम्मत ज दुलह भवसएहि पि ।
-મહાવીરચરિયું ૯૭, પૃ. ૧૩ २० अइकूरज्झवसाइणो गलिय सम्मत्तरयण ।
ઉપન પૃ. ૧૦૩ ૨૧ ઉત્તરપુરાણ ૭૪, ૧૮૨ २२ अहिंसादिष्वविरतो महार भपरिग्रहः । चतुरशीत्यब्दलक्षी प्राजापत्योऽत्यवाहयत् ।।
ત્રિષષ્ટિ. ૧૦,૧,૧૮•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org