________________
૨૪૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
એ વસ્તુ ભલે પ્રાપ્ત થઈ જાય, પરંતુ તે પછી આ ભૌતિક સમૃદ્ધિને ઉપચાગ કરવાથી એનું પતન અવશ્ય થાય છે. જૈન પરિભાષામાં એને ‘નિદાન’ કહેવામાં આવે છે, જે શલ્યની માફક હંમેશાં ખટકચા કરે છે. આપણે આ વાતની સરખામણી વૈદિક-પરંપરાના એ તપસ્વીએ સાથે કરી શકીએ કે જે પેાતાના દિવ્ય તપેાખલથી કાઈ ને આશીર્વાદ કે શાપ આપતા હતા.
C
આ કથાથી નિદાનનું ખરાબ પરિણામ પણ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. નિદાન ’ કરવા છતાં પણ જીવનની સંધ્યા સમયે આલેાચના અને પ્રાયશ્ચિત કરી લેવામાં આવે તે જીવન વિશુદ્ધ થઈ શકે છે. પરંતુ વૈરને આ સમયે શમાવવામાં ન આવે તે એની એ પરંપરા દીર્ઘકાલ પર્યન્ત ચાલુ રહે છે. આગળના ભવમાં આ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૧૭) મહાશુક્ર દેવલાક
તે જીવ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મહાશુક્ર કલ્પમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થાય છે.
(૧૮) ત્રિપૃષ્ટ વાસુદેવ
૧
ત્રિપુષ્ટ વાસુદેવની કથા આવશ્યક નિર્યુક્તિમાં નથી, ફક્ત નગરી, માતા, પિતા અને તે પ્રથમ વાસુદેવ છે, એટલું જ સૂચન જોવા મળે છે, પરંતુ આવશ્યક ચૂર્ણિ, મહાવીરચરિયું, આવશ્યક હરિભદ્રીય અને મલયગિરિવૃત્તિ, ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્રમાં આ કથા વિસ્તારથી આપવામાં આવી છે જે આ પ્રમાણે છે-દેવલાકનું આયુષ્ય પૂર્ણ થવાથી તે પાતનપુર નગરમાં પ્રજાપતિ રાજાની મહારાણી મૃગાવતીની કુક્ષિમાં ઉત્પન્ન થાય છે. માતાએ સાત સ્વમાં જોયાં. જન્મ થયા પછી પુત્રના ૧ (ક) સત્ સુવિળા વિટ્ઠા આવ. મલ, વૃત્તિ. ૨૫૦ (ખ) આવ. ણિ ૨૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org