________________
૨૨૬
ભગવાન મહાવીરઃ એક અનુશીલન - એક વખતે સમ્રાટ ભરતે ભગવાન ઋષભદેવને પૃચ્છા કરી પ્રભુ, આ પરિષદમાં કઈ એવી ભાગ્યશાળી વ્યક્તિ છે કે જે આપની માફક દિવ્ય વિભૂતિથી સંપન્ન એવા તીર્થકર બનશે?”૪૪ ભગવાને આને ઉત્તર આપતાં કહ્યું-“સ્વાધ્યાય અને ધ્યાનથી આત્માનું ધ્યાન કરતે તમારા પુત્ર મરીચિ પરિવ્રાજક ભવિષ્યમાં વર્ધમાન નામના અતિમ તીર્થંકર થશે. તે પૂર્વે તે પિતનપુરના અધિપતિ ત્રિપૃષ્ટ વાસુદેવ થશે અને વિદેહ ક્ષેત્રની મૂકાનગરીમાં તમારા જે પ્રિયમિત્ર નામક ચક્રવર્તી થશે. આ પ્રમાણે ત્રણ વિશેષ ઉપાધિ તે એકલો જ પ્રાપ્ત કરશે.૪૫
ભગવાનની વાણી સાંભળીને ભરત ખૂબ જ ખુશ થયે. તેઓ જલદીથી ભગવાનને નમસ્કાર કદી જ્યાં મરીચિ પરિત્રાજક બેઠા હતા ત્યાં જાય છે. અને હર્ષાવેગથી બોલી ઊઠે છે—મરીચિ, તું ધન્ય છે. તે ખૂબ ભાગ્યશાળી છે તારું ભવિષ્ય ખૂબ મહાન છે. તે ભવિષ્યમાં વાસુદેવ બનીશ. ચકવર્તીનું પદ પ્રાપ્ત કરીશ અને અંતિમ તીર્થકર બની સંસારમાં ધર્મોદ્યોત કરીશ. ભગવાન ઇષભદેવે તારું આવું ભવિષ્ય બતાવ્યું છે, હું તને આ માટે અભિનંદન આપું છું.'
ચકવર્તી ભરતના મુખથી પિતાની પ્રશંસા અને ભાવિ જીવનની ગૌરવગાથા સાંભળીને મરીચિ આનંદથી ઊછળવા લાગ્યો. હર્ષોલ્લાસથી મત્ત થઈને નાચવા લાગ્યો. એનો આનંદ અહંકારમાં પલટાઈ ગયે.
અહા ! હું કેટલો મહાન છું. મારાં કુલ અને વંશ કેટલાં મહાન છે. મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને ૪૪ (ક) આવ. નિયું. ૨૯૫ (ખ) વિશે. ભાષ્ય. ૧૭૪૧
(ગ) મહાવીરચરિયું ગા. ૧૨૪, પૃ. ૧૮,૧ ૪૫ (ક) આવ. નિયુ, મલયગિરિવૃત્તિ ગા. ૪૨૨-૪૨૪
(ખ) મહાવીરચરિયું, ગા. ૧૨૬ -૧૨૮, પૃ. ૧૮,૧ ૪૬ (ક) આવ. નિ મલયગિરિવૃત્તિ ગા. ૪૨૮ પૃ. ૨૪૪
(ખ) મહાવીરચરિયું ગા. ૧૨૯ થી ૧૩૬ પૃ. ૧૯ (ગ) વિશેષા. ભાષ્ય ગા. ૧૭૭૫, (બ) આ. નિ. ૩૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org