________________
૨૨૫
ભગવાન મહાવીરના પૂર્વભવ પાતવિરમણ મહાવતના ધારક હોય છે. પરંતુ હું શિખા સહિત છું, સુરમુંડન કરાવીશ અને સ્કૂલપ્રાણાતિપાતનું વિમરણ કરીશ.”
શ્રમણ અકિંચન તથા શીલની સૌરભથી સુરભિત હોય છે, પણ હું એવું નથી. હું સપરિગ્રહી રહીને શીલની સૌરભના અભાવમાં ચન્દનાદિની સુગંધથી સુગંધિત રહીશ.”
શ્રમણ નિર્મોહી હોય છે, પરંતુ હું મોહ-મમતાના મરુસ્થલમાં ફરી રહ્યો છું. એના પ્રતીકરૂપ છત્ર ધારણ કરીશ. શ્રમણ નગ્ન રહે છે, પણ હું ઉપાનહ (કાષ્ઠપાદુકા–પાવડી) પહેરીશ.”
શ્રમણ જે સ્થવિરકલ્પી છે, તે કવેત વસ્ત્ર ધારણ કરે છે, અને જિનકલ્પી નિર્વસ્ત્ર હોય છે, પરંતુ હું કષાયથી કલુષિત છું, એટલે એના પ્રતીક તરીકે કાષાય વસ્ત્ર ધારણ કરીશ.”
શ્રમણ પાપભીરુ અને ઘણા જીવને ઘાત કરનાર આરંભ પરિગ્રહથી મુક્ત હોય છે. તેઓ સચિત્ત જલને પ્રવેગ કરતા નથી. પણ હું એમ કરી શકતું નથી. એટલે સ્નાન માટે અને પીવા માટે મર્યાદિત જલ ગ્રહણ કરીશ.”
આ પ્રકારે મરીચિએ પિતાની નવીન કલ્પનાથી પરિવ્રાજક–પરિધાન તેમજ મર્યાદાનું નિર્માણ કર્યું અને ભગવાનની સાથે જ ગામડામાંનગરમાં ફરવા લાગ્યા. ભગવાન આદિનાથના શ્રમણથી મરીચિની જુદા પ્રકારની વેશભૂષા જેઈ, લેકેના મનમાં કુતૂહલ ઉત્પન્ન થતું, અને જિજ્ઞાસુ બની એમની પાસે પહોંચી તે અંગે પૃછા કરતા. તે વખતે મરીચિ પોતાની કમજોરી પ્રગટ કરતા અને ભગવાનના શ્રમણધર્મની પ્રશંસા કરી તેમને પ્રતિબંધ આપી અને ભગવાનના શિષ્ય બનાવતા.૩
૪૨ (ક) આવ. નિ. ૨૮૧ ૨૮૫ (ખ) વિશે. ભાગ ૧૭૨૬–૩૦
(ગ) ત્રિષષ્ટિ. ૧૦,૧, ૩૭-૪૧ ૪૩ (ક) આવ. નિ. ૨૮૬-૨૮૮ (ખ) વિશે. ભાગ્ય ૧૭૩૧–૩૩
(ગ) મહાવીરચરિયું ગુણચંદ્ર, પ્રસ્તાવ ૨, પત્ર ૧૬,૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org