________________
૨૧૪.
ભગવાન મહાવીર : એક અનુશીલન નથી. એમનું એ સ્પષ્ટ મંતવ્ય છે કે કઈ પણ ઈશ્વર જન્મ ધારણ કરી અધર્મને નાશ કરતું નથી. શુદ્ધ સ્થિતિમાંથી અશુદ્ધ સ્થિતિમાં જઈ શકતા નથી. ઈશ્વરને મનુષ્યના રૂપમાં ઉત્તરણ અર્થાત એને હાસ થતું નથી, પરંતુ મનુષ્યનું ઈશ્વરરૂપમાં ઉત્તરણવિકાસ થાય છે. અવતારને અર્થ નીચે ઊતરવું અને ઉત્તારને અર્થ છે ઉપર ચઢવું. અવતારવાદી પરંપરામાં ઈશ્વર માનવ રૂપમાં નીચે ઊતરે છે અને ઉત્તારવાદી પરંપરામાં માનવ પિતાને આધ્યામિક વિકાસ કરી ઈશ્વર બની શકે છે.
જૈન તીર્થંકરનું જીવન આ બાબતનું જ્વલંત પ્રમાણ છે. ભગવાન મહાવીરના જીવનનું એ સોનેરી ચિત્ર આપણી સમક્ષ છે. એમણે સાધના કાલમાં જે સંયમ-સાધના, તપઆરાધના અને મનોમંથન કરીને દેને પરિહાર કર્યો અને તેઓ તીર્થંકર બન્યા એવી સાધનાની પ્રક્રિયા અવતારવાદની પરંપરામાં નથી. વૈદિક સંસ્કૃતિની દષ્ટિથી રામ અને કૃષ્ણ, મહાવીર તથા બુદ્ધની માફક સાધના કરતા નથી. એમના જીવનમાં સાધનાનું કોઈ મહત્વ નથી; કેમકે જન્મથી જ તે પૂર્ણ પુરુષ હોય છે, નિર્દોષ હોય છે, મુક્ત હોય છે.
શ્રમણ સંસ્કૃતિની માન્યતા એવી છે કે આ જીવ અનાદિ કાલથી આ વિરાટ વિશ્વમાં પરિભશ્રણ કરી રહ્યો છે. જ્યારે તે સંસારથી વિમુખ થઈ નિર્વાણ માર્ગ તરફ ગમન કરે છે, ત્યારે તે પિતામાં રહેલા દેને પરિષ્કાર કરે છે. અને નરમાંથી નારાયણ બને છે, આત્મામાંથી પરમાત્મા બને છે.
ભગવાન મહાવીરના પૂર્વ-ભવ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિની દષ્ટિએ સમ્યગ દર્શનનું અધિક પ્રમાણમાં મહત્વ ગણાય છે. જેને દષ્ટિલાભ કે ધિલાભ કહે છે. આ પ્રગતિનું પ્રથમ સોપાન છે. જ્યારે જીવ એક વાર એ પ્રાપ્ત કરી લે છે તે તે પરિત–સંસારી બની જાય છે. ભગવાન મહાવીરના જીવે અન્ય જીવોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org