________________
२०५
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર અને એના શિષ્ય સાથે સંકળાયેલ છે. આ સર્વ ઉલ્લેખેનું સંકલન –આકલન મુનિશ્રી નગરાજજીએ આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન” નામના ગ્રંથમાં કર્યું છે. આ એકાવન ઉલેખમાં બત્રીસ તે મૂલ ત્રિપિટકમાં છે. મઝિમનિકાયમાંનાં દસ છે. દીઘનિકાયમાં ચાર છે. અંગુત્તરનિકાય અને સંયુક્તનિકાયમાં સાત સાત છે. સુત્તનિપાતમાં બે અને વિનયપિટકમાં બે સંદર્ભ મળે છે. આ ઉલ્લેખમાં અનેક વિષયો પર બુદ્ધ અને નિર્ગથેની વચ્ચે થયેલી ચર્ચાઓ, ઘટનાઓ તથા ઉલ્લેખ છે.
કેટલાય સંદર્ભમાં આચાર વિષયક ચર્ચા છે. મુખ્યત્વે નિગ્રંથના ચાતુર્યામ સંવર પર ચર્ચા છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, ચૌર્ય અને અબ્રાચર્યની નિવૃત્તિ રૂપ ચાર યામ બતાવવામાં આવ્યા છે. અને કેટલાંક સ્થળમાં કાચું પાણી અને પાપોની નિવૃત્તિરૂપ યામ આપવામાં આવ્યા છે. એક સંદર્ભમાં એ પ્રશ્ન કરવામાં આવ્યું છે કે બીજાને અપ્રિય લાગે, તે પ્રકારનાં વચન બુદ્ધ બોલી શકે છે કે નહીં.' માંસાહારની ચર્ચામાં નિગ્રંથ દ્વારા ઉદિષ્ટ માંસની આલોચના કરવામાં આવી છે. આ સાધુના બાહ્ય વેશ અને આચારના સંબંધમાં ચર્ચા કરવામાં આવી છે. સાધુ દ્વારા પ્રાતિહાર્ય (દિવ્ય–શક્તિ) ના પ્રદર્શનને
૧. ત્રિપિટક સાહિત્યમાં નિગંઠ અને નિગઠ નાતપુત્ત પ્રકરણ. પૃ. ૪૦૨-૫૦૮ ૨. (ક) સંયુક્ત નિકાય નાના તિથિય સુર ૨,૩, ૧૦.
(ખ) સંયુસ નિકાય, સુખ સુર ૪૦,૮. (ગ) અંગુત્તર નિકાય, પંચક નિપાત ૫,૨૮,૮,૧૭.
(ધ) મજિઝમ નિકાય, ઉપાતિ સુર ૨,૧૬. ૩. દીઘનિકાય, સામંજફલ સત્ત. ૧,૨. ૪. મજિઝમ નિકાય, અભયકુમાર સુત્ત, ૨, ૧,૮. ૫. વિનયપિટક, મહાવાગ, ભૈષજ્ય ખન્ધક ૬, ૪, ૮. છે. સંયુક્ત નિકાય, જટિલ સુર ૩, ૨,૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org