________________
૨૦૨
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
મહાવીર વર્ધમાન” ડે. જગદીશચંદ્ર જૈન દ્વારા લખાયેલ આ પુસ્તક શોધ પ્રધાન છે. આ પુસ્તક અત્યંત સંક્ષિપ્તમાં લખાયેલું છે.
ભારતની પ્રાતીય ભાષાઓમાં પણ વિભિન્ન કવિઓએ ભગવાન મહાવીરના જીવન પર ચરિત્ર–કાવ્ય, પુરાણ, રાસ, ગીત અને સ્તવન લખીને એમનું યશગાન કર્યું છે. એવી રીતે કથા, પાઈ, બત્રીસી છત્રીસી, ચઢાલિયા તેમજ અષ્ટકના માધ્યમ વડે એમનું જીવન વિભિન્ન દષ્ટિએ આંકવામાં આવ્યું છે, પરંતુ દુઃખની વાત એ છે કે આપણા પ્રાચીન કવિઓની અધિકાંશ રચનાઓ શાસ્ત્ર–ભંડારેની શેભા જ વધારી રહી છે. અને પિતાની દુર્દશા અંગે વિલાપ કરી રહી છે. આ બધી કૃતિઓને ભંડારથી બહાર લાવી એને પ્રકાશિત કરવામાં આવે તે જરૂરી છે.
ઉપર્યુક્ત પંક્તિઓમાં ભગવાન મહાવીરનું જીવન આગમ યુગથી આરંભી વર્તમાન યુગ સુધી કેવી રીતે વિભિન્ન ગ્રંથમાં વિકસિત થતું રહ્યું હતું એની અ૫ ઝાંખી થાય છે. આ સાથે વાચકને એ પણ ખ્યાલ આવશે કે ભગવાન મહાવીરના જીવનની અનેક ઘટનાઓ એવી પણ છે કે જે આગમ સાહિત્યમાં સંગ્રહીત થયેલી નથી, પણ પાછળથી મનીષી આચાર્યોએ અનુકૃતિ વગેરેના આધાર પર આ ઘટનાઓનું સંકલન કર્યું છે. મહાવીરનું કથા-સૂત્ર ધીમે ધીમે વિકસિત થયું છે. એમાં અનેક કાલ્પનિક અને વિવાદાસ્પદ ઘટનાઓ જોડાઈ છે. વર્તમાન યુગમાં તે એમ લાગે છે કે અનેક ઐતિહાસિક માન્યતાઓને છેડી દઈ નવી ઘટનાઓ રચવામાં આવે છે. અને ચરિત્ર લેખક પિતાને નવી કલ્પનાને ઉભાવક સિદ્ધ કરવા પ્રયાસ કરે છે.
અમારે મત છે કે–મહાવીર ઐતિહાસિક પુરુષ છે–એમના જીવન સાથે સંકળાયેલ એવી ઘટનાઓ લખવી જોઈએ કે જેને કંઈક ૩૦. વેતાંબર સ્થાનકવાસી જૈન કેન્ફરન્સ ટી જી. શાહ બિલ્ડિંગ, પાયધુની,
મુંબઈ– ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org